Chapter : હજ
(Page : 54)
સવાલ :– મારે હજ માટે જવું છે, મારી સાથે મારા મા–બાપ રહે છે તેઓ પર હજ ફર્ઝ થયેલ નથી એટલે હજ કરેલ નથી, અત્યારે મારી પાસે જે કંઈ રકમ છે તે મારી કમાણીની છે, મારા મા–બાપ તરફથી મને પૈસો મળેલ નથી, તો પહેલાં મા–બાપને હજ માટે મોકલવા જોઈએ કે હું હજ કરી લઉ તો ચાલે ?
જવાબઃ– હજના દિવસોમાં જયારે તમારી પાસે એટલી રકમ જમા થઈ ગઈ કે તમો હજ પઢવા જઈ શકો છો તો તમારી ઉપર હજ ફર્ઝ થઈ ગઈ એટલે હવે તમારે પોતે જ હજ પઢવી ફર્ઝ થઈ ગઈ છે. મા–બાપ પર હજ ફર્ઝ નથી તો તેઓને રકમ આપીને હજ પઢવા મોકલવા તમારા ઉપર ફર્ઝ નથી અને જો તેઓને મજકૂર રકમ આપીને હજ માટે મોકલશો તો તમારી ફર્ઝ હજ બાકી જ રહેશે તમો પોતાની ફર્ઝ અદા કરવા માટે પહેલાં હજ કરશો તો તેમાં કંઈ વાંધો કે કરાહત નથી.
Log in or Register to save this content for later.