Chapter : હજ
(Page : 49-50)
સવાલ :– માણસ પહેલાં ઉમરહ તેમજ નફલ હજ કરી ચૂકયો છે. અને બીજા વર્ષે ફકત ઉમરહ કરવા ચાહે તો તેના પર હજ ફર્ઝ થઈ જાય છે કે નહિ તેમજ હજ પહેલાં કેટલા દિવસ પહેલાં ઉમરહ કરે તો એના ઉપર હજ ફર્ઝ થઈ જાય છે તેમજ પહેલાં વર્ષે ફકત ઉમરહ કર્યો હોય અને તે વર્ષે હજ ન કરી શકયો અને બીજા વર્ષે હજ અદા કરે તો એ વિષે શું હુકમ છે?
જવાબ :– જો મજકૂર માણસે નફલ હજ પઢી છે અને ફર્ઝ હજ પઢી નથી તો તેના ઉપર બીજા વર્ષે હજ પઢવી ફર્ઝ થઈ જાય છે ચાહે તેણે ગરીબ હોવાની હાલતમાં નફલ હજ પઢી હતી અને તે પછી પણ તે ગરીબ જ રહયો હોય કારણ કે નફલ હજ માટે બૈતુલ્લાહ સુધી પહોંચવાથી તેના ઉપર હજ ફર્ઝ થઈ જાય છે.
કોઈ ગરીબ માણસ શવ્વાલ મહિનો શરૂ થઈ ગયા પછી ઉમરહ કરે અને હજ માટે જેટલી મુદ્દત ત્યાં રોકાવું પડે તેટલી મુદ્દતનો પોતાની જાતનો અને બાલ–બચ્ચાઓનો ખર્ચ તેની પાસે હોય તો તેના ઉપર હજ ફર્ઝ થઈ જાય છે અને જો શવ્વાલ નો મહિનો શરૂ થતાં પહેલાં ઉમરહ કરવા ગયો અને તે પછી શવ્વાલનો મહિનો શરૂ થતાં સુધી ત્યાં રોકાય ગયો તો એવા ગરીબ માણસ ઉપર પણ હજ ફર્ઝ થઈ જાય છે. અલબત્ત, જો શવ્વાલ શરૂ થતાં પહેલાં મકકહ મુર્કરમહથી રવાના થઈ જાય તો ઉમરહ કરનાર ગરીબ માણસ ઉપર હજ ફર્ઝ નહિ થાય. (શામી – ર/૧૪ર,ર૪ર, ઝુ.મનાસિક ૧–૧૪)
પહેલાં વર્ષે ઉમરહ સાથે હજ ન પઢી શકયો અને હજનો એહરામ પણ પહેલાં વર્ષે નથી બાંધ્યો તો બીજા વર્ષે તે ફકત હજ પઢી લે એ દુરસ્ત છે.
Log in or Register to save this content for later.