Chapter : તહારત
(Page : 192)
સવાલ :– અમારી મસ્જિદના જમાઅતખાનાની લગોલગ સંડાસ તથા મુતરડીઓ બનાવેલી છે, જેની વાસ આજુબાજુમાં ફેલાય છે, જેથી અમો મસ્જિદના પાછળના ભાગે જે કિબ્લારુખથી કાટખૂણાવાળી (ક્રોશ) જગ્યા છે. તો સંડાસ અને મુતરડીઓ હાલની જગ્યાએથી તોડી મજકૂર કાટખૂણાવાળી જગ્યામાં બનાવવાનો ઈરાદો છે. તો કિબલા રૂખથી સંડાસની બેઠક (મરઘો) કાટખૂણામાં બાંધવો જાઈઝ છે ? અત્યારે જે જગ્યામાં અમારો સંડાસ બનાવવાનો ઈરાદો છે, તે જગ્યા કાટખૂણામાં આવેલ છે.
જવાબ :– પ્રથમ આ મસ્અલહ જાણી અને સમજી લેવો જોઈએ કે તમારા શહેરથી કઅ્બહની સીધથી ૪પ ડિગ્રી દક્ષિણમાં અને ૪પ ડિગ્રી ઉત્તરમાં તમારા શહેરના કિબ્લાની દિશા ગણવામાં આવશે અને સંડાસ કે મુતરડીમાં કઝાએ હાજત માટે એ રીતે બેસવું કે મજકૂર કિબ્લાની દિશા તરફ મોઢું અથવા પીઠ થાય એ મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે.
હવે જો મજકૂર જગ્યા જે મસ્જિદના કિબ્લારુખથી જમાઅત ખાનાથી બહાર ઉત્તર ભાગમાં કાટખૂણામાં આવેલી છે, ત્યાં એ રીતે સંડાસની બેઠક બનાવવામાં આવે કે તે કિબ્લારુખથી ૪પ ડિગ્રીથી વધુ દક્ષિણ તરફ અથવા ઉત્તર તરફ ફરેલી રહે, તો ત્યાં એ રીતે સંડાસ અને મુતરડી બનાવવા જાઈઝ છે અને મજકૂર કાટખૂણાવાળી જગ્યામાં એ રીતે સંડાસ–મુતરડી બનાવવા જાઈઝ નથી કે સંડાસ અને મુતરડીની બેઠકનું રુખ કિબ્લારુખથી ૪પ ડિગ્રીથી ઓછા પ્રમાણમાં દક્ષિણ કે ઉત્તર તરફ ફરેલું હોય. (શામી ૧/રર૮)
Log in or Register to save this content for later.