[૧ર૮] નાપાક સૂકી જમીન ઉપર લીલો પગ પડે

Chapter : તહારત

(Page : 172)

સવાલ :– કોઈ જમીન ઉપર પેશાબ જેવી નાપાકી લાગી હોય, થોડી અથવા વધારે અને તે માટીવાળી જમીન હોય અથવા સપાટ લાદી હોય અને તે નાપાકીના સુકાય ગયા પછી આપણો લીલો પગ તેના ઉપર પડે તો પગ નાપાક થાય કે નહિ ?

જવાબ :– માટીવાળી જમીન ઉપર પેશાબ જેવી નાપાકી પડવાથી તે જમીન નાપાક તો થઈ જશે, પરંતુ તે નાપાકીના સુકાય જવાથી અને તેનો અસર ખતમ થઈ જવાથી તે જમીન પાક ગણાશે અને તે જગ્યા ઉપર લીલો પગ પડવાથી નાપાક નહિં થાય.            (આલમગીરી, ૧/૪૪)

                જો જમીન ઉપર સપાટ લાદી અથવા પાકુ પ્લાસ્ટર મારેલુ હોય અને પેશાબ જેવી નાપાકીના સુકાય ગયા પછી પણ નાપાકીનો ડાઘો અથવા બદબૂ બાકી હોય તો તે જગ્યા નાપાકી સુકાય ગયા પછી પણ નાપાક જ રહેશે અને આવી જગ્યા ઉપર થોભ્યા વગર ચાલતાં ચાલતાં લીલો પગ પડે તો પગ નાપાક નહિં થાય.  (મુહીતે બુરહાની ૧/૩૬૮, કાઝીખાન કમ આલમ. ૧/ર૬)

Log in or Register to save this content for later.