[૧૧૪] નાના બાળકનો પેશાબ

Chapter : તહારત

(Page : 155)

સવાલ :– દૂધ પીતું નાનું બાળક જે અનાજ ન ખાતું હોય અને માત્ર માનું દૂધ જ પીતું હોય તે વારંવાર પેશાબ કરે છે અને તેની મા માટે પેશાબના કારણે કપડાંને વારંવાર ધોવું અથવા દરેક નમાઝ વખતે કપડાં બદલવા એ તકલીફ દાયક છે, આવી તકલીફના કારણે ફર્ઝ નમાઝ છૂટી જવાની શકયતા હોય તો આવા માત્ર દૂધ પીતા નાના બાળકનો પેશાબ ધોયા વગર નમાઝ પઢી શકાય કે નહિ ?

જવાબ :– માત્ર માનું દૂધ પીતા નાના બાળકનો પેશાબ પણ મોટા માણસના પેશાબની જેમ નાપાક છે અને હદીસ શરીફમાં કપડાંને તેનાથી ધોવાનો હુકમ સાબિત છે. માટે તેને ધોયા વગર નાપાક કપડું પહેરીને નમાઝ પઢવી જાઈઝ નથી. હા, દૂધ પીવડાવતી ઓરત પોતાના પહેરેલાં કપડાંને પેશાબ ન લાગે એવો કોઈ ઉપાય અપનાવીને પેશાબથી બચી શકે છે.        (‘શામી ૧)

Log in or Register to save this content for later.