[૩પ૭] ઈદના દિવસે કબ્રસ્તાનમાં ઈજતિમાઈ દુઆ

Chapter : નમાઝ

(Page : 464)

સવાલ :– અમારે ત્યાં ઈદના દિવસે ઈદની નમાઝ પઢી લોકો કબ્રસ્તાને જાય છે અને ત્યાં ભેગા મળી કબ્રો સામે ઊભા રહી હાથ ઉઠાવી દુઆ માંગે છે. તો પૂછવાનું એ કે કબ્રો સામે ઊભા રહી હાથ ઉઠાવી દુઆ માંગવું કેવું છે?

જવાબ :– વ્યકિતગત રીતે કબ્રસ્તાન જવું, ત્યાં જઈ કુર્આન શરીફ પઢી ઈસાલે સવાબની દુઆ કરવી એ મુસ્તહબ છે અને દુઆમાં હાથ ઉઠાવવા પણ જાઈઝ છે, પરંતુ બેહતર તરીકો આ છે કે કુર્આન શરીફ પઢતી વખતે કબ્ર તરફ મોઢું હોય અને દુઆ વખતે કિબ્લા તરફ મોઢું રાખી દુઆ કરે તો હાથ ઉઠાવે અને ખાસ ઈદના દિવસે જ કબ્રસ્તાન જવું અને એને જરૂરી સમજવું અથવા ઈદની સુન્નતોમાંથી સમજવું એ જાઈઝ નથી.             (શામી – ૧)

Log in or Register to save this content for later.