Chapter : તહારત
(Page : 152)
સવાલ :– ચામડાનો બુટ અંદરથી નાપાક થઈ જાય, દા. ત. બુટમાં નાપાક પાણી પેસી જાય અથવા બીજી કોઈ નાપાકી લાગી જાય, તો બુટનો અંદરનો ભાગ પાક કરવા શું કરવું ?
જવાબ :– ચામડાના બુટનો અંદરનો ભાગ પેશાબ જેવી પ્રવાહી નાપાકીથી નાપાક થઈ જાય કે જેના સુકાઈ ગયા પછી ચામડા ઉપર જામેલી રહેતી નથી અને દેખાતી નથી, તેનાથી બુટને પાક કરવા માટે તેને ધોવો જરૂરી છે અને તેને ત્રણ વખત એ પ્રમાણે ધોવો પડશે કે દરેક વાર ધોયા પછી પાણી ટપકતું બંધ થઈ જાય અને જો બુટની અંદર કે બહાર એવી નાપાકી લાગી હોય કે જેના સૂકાય ગયા પછી તે નાપાકી જામી જવાથી ચામડા ઉપર તેનો આકાર માલૂમ પડે તો તેને કોઇ વસ્તુથી ઘસી નાંખી સાફ કરી લેવાથી બુટ પાક થઈ જશે. (શામી ભા. ૧/ર૦૬)
Log in or Register to save this content for later.