[૩ર૬] મય્યિતને ટોપી પહેરાવવી

Chapter : નમાઝ

(Page : 439-440)

સવાલઃ– શું ફકત સફેદ કલરનું અને વડીલો અથવા પીર મુર્શિદના તરફથી મળેલો તોહફો જેનો કલર સફેદ નથી તેવી ટોપી છે, તો શું મુર્દોને આવી કલરવાળી ટોપી પહેરાવવી અથવા કફન સાથે મૂકવી જાઈઝ છે યા નહિં?

જવાબ :– કોઈ નેક બુઝુર્ગ શરીઅતના પાબંદ અલ્લાહના વલી હોય અને તેઓનું પોતાના શરીર પર પહેરેલું કોઈ કપડું હોય તો બરકતની નિય્યતથી મય્યિતના શરીર સાથે લાગેલું રહે તે પ્રમાણે કફનના બધા કપડાંઓની નીચે મુકવાની ગુંજાઈશ છે. બાકી પોતાની બદ અમલીનો આવા તબર્રુકાતને ઉપાય માનવામાં ન આવે અને ટોપી સાથે પહેરાવવામાં ન આવે.             (લમઆત હાશિયએ મિશ્કાત – ૧૪૩, મિર્કાત ૪૦/૪)

Log in or Register to save this content for later.