Chapter : નમાઝ
(Page : 423-424-425)
સવાલ :– આજકાલ જે કપડું વધુ પ્રમાણમાં વપરાય છે દા.ત. પોલીસ્ટર, ટેરેલીન વગેરે તો આ પ્રકારના કપડામાં મર્દ અને ઓરત ને કફન આપવું જાઈઝ છે કે નહિ? અમુક લોકો કહે છે કે પોલીસ્ટર, ટેરેલીન અથવા એ પ્રકારના બીજા કપડામાં મય્યિતને કફન આપવું જાઈઝ નથી. માત્ર સુતરાઉ કપડામાં જ કફન આપવું દુરૂસ્ત છે, જેમકે સામાન્ય રીતે દરેક જગ્યાએ કફનમાં સુતરાઉ કાપડ જ વપરાય છે.
જવાબ :– મર્દ માટે તેની જીંદગીમાં જેવું કપડું પહેરવું જાઈઝ છે, તેવા કપડામાં તેને કફન દેવું પણ જાઈઝ છે અને ઓરત માટે તેની જીંદગીમાં જે પ્રકારનું કપડું પહેરવું જાઈઝ છે તે પ્રકારના કપડામાં ઓરત મય્યિતને કફન આપવું જાઈઝ છે, અને મર્દ તથા ઓરત બન્નેવ માટે જીંદગીમાં પોલીસ્ટર અને ટેરેલીન પ્રકારનુ કપડું પહેરવું જાઈઝ છે, માટે મર્દ અને ઓરત મય્યિતમાંથી દરેકને પોલીસ્ટર અને ટેરેલીન પ્રકારના કપડામાં કફન આપવું જાઈઝ અને દુરૂસ્ત છે. અને અમુક લોકોનુ આમ સમજવું કે મય્યિતને પોલીસ્ટર અને ટેરેલીનના કપડામાં કફન દેવું જાઇઝ નથી એ ખોટું અને ગલત છે અને મય્યિતને સુતરાઉ કપડા સિવાય અન્ય પ્રકારના જાઈઝ કપડામાં કફન આપવું પણ જાઈઝ છે.
અલબત્ત, મરનાર મર્દ પોતાની જીંદગીમાં બન્ને ઈદોના દિવસે અને જુમ્અહના દિવસે જે પ્રકારનું જાઈઝ કપડુ પહેરતો હતો તે પ્રકારના જાઈઝ કાપડમાં તેને કફન આપવું જોઈએ અને કફનના કાપડનું સફેદ હોવું એ મુસ્તહબ છે અને ઓરત જે પ્રકારના કપડાં પહેરીને પોતાના માં–બાપના ઘરે મળવા અને મહેમાન જતી હતી તે પ્રકારના કાપડમાં તેને કફન આપવું જોઈએે. અને જાહેર વાત છે કે આજ કાલ સો ટકા પોલીસ્ટર અને અમુક ટકા પોલીસ્ટર અને અમુક ટકા સુતરાઉની મિલાવટ વાળું કાપડ પહેરવું એ સામાન્ય અને પ્રચલિત બાબત છે માટે એ પ્રકારના કાપડમાં મર્દ કે ઓરતની મય્યિતને કફન દેવામાં કોઈ વાંધો અને કરાહત નથી, બલ્કે જીંદગીમાં એ પ્રકારનું કાપડ પહેરવાની આદત હોવાથી તે પ્રકારના મધ્યમ કક્ષાના કાપડમાં કફન દેવું ઉપરની વિગત મુજબ બેહતર અને ઉચિત છે. હા, જો મય્યિતના શરીરમાં કોઈ વસ્તુ નીકળતી હોય અને તેના કપડામાં ચૂસાઈ જવાના હેતુથી સુતરાઉ કપડામાં કફન આપવામાં આવે તો પણ વિના કરાહતે જાઈઝ છે અને આવું કોઈ કારણ ન હોય તો પણ સફેદ સુતરાઉ કપડામાં કફન આપવું જાઈઝ છે.
(તહતાવી અલલ મરાકી – ૩૧પ/ શામી પ૭૮ ભાગઃ૧)
બાકી કાપડની કક્ષા અને કિંમતની દષ્ટિએ મય્યિતની હૈસિયતથી વધુ ઉંચા અને કિંમતી કાપડમાં અને તેનાથી નીચા અને હલકા કાપડમાં તેને કફન ન આપવું જોઈએ. (શામીઃ ૪૮૮/પ)
Log in or Register to save this content for later.