Chapter : તહારત
(Page : 142)
સવાલ :– મારી પત્નીનો હૈઝનો સમય (૮ દિવસ) પૂર્ણ થતાં પહેલાં એટલે કે ખૂન આવતું બંધ થઈ જાય, તે પહેલાં અમે બે–ત્રણ વાર હમબિસ્તરી કરી છે. કોઈ જગાએ પઢેલ છે કે આઠ દિવસની પાકી હાસિલ કરવાની આદત હોય અને તે પહેલાં (૬–૭ દિવસમાં) જિમાઅ કરવામાં આવે તો તેનો કફફારો સવા બે માશા સોનું સદકો કરી તૌબા કરવી પડશે, તો હું આ ગુનાહનો કફફારો કાઢવા ચાહું છું. માટે સવા બે માશાના ગ્રામ કેટલા થાય ? તે ગણતરી કરી બતાવશો અને બે થી ત્રણ વખત આ ગુનાહ થાય તો બે–ત્રણ વાર સદકો આપવો પડે કે એક જ વાર કાફી છે.
જવાબ :– સવા બે માશા સોનું ર ગ્રામ અને ૧૮૭ મીલી ગ્રામ બરાબર થાય છે, બેહતર આ છે કે જેટલી વાર હૈઝની હાલતમાં આવું કૃત્ય થયું હોય એટલા સદકહ અદા કરવા જોઈએ, જો રોકડ રકમથી સદકહ અદા કરવો હોય તો આજકાલ ૧૦ ગ્રામ સોનાનો જે ભાવ ચાલતો હોય તે ભાવથી હિસાબ કરવો જોઈએ, સાથે તવબહ–ઈસ્તિગફાર કરવો જોઈએ અને આવા હરામ કૃત્યથી હવે પછી બચવું જોઈએ. (શામી, ભા. ૧/૧૯૮)
Log in or Register to save this content for later.