Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 36 - 37)
રશીયાનુ એક ફોજી કારખાનુ (Pavlo Grad Plant) જેમાં ન્યુકલીયર મિઝાઈલના એંન્જીન (Rocket motors) બનાવવામાં આવતા હતા. ૧ર મે ૧૯૮૮માં તેમાં ધમાકો થતા કારખાનાનો મોટો ભાગ તબાહ થઈ ગયો. રશીયાએ આ બનાવ ઘણો જ ગુપ્ત રાખ્યો. પરંતુ અમેરિકાએ વોશીંગ્ટનથી આ બનાવની લોકોને જાણ કરી આપી. અમેરિકાના અંતરિક્ષ જાસુસી ગ્રહોએ આ ધમાકાને ૧ર મે ના રાત્રે જ જોઈ લીધો હતો. આ બનાવ માનવીને બતાવે છે, કે તમારો બનાવેલ નાનો ગ્રહ આકાશી જાસુસી કરી શકે છે. તો ખુદાઈ તાકત પણ તમારા કર્મોને જોઈ રહી છે. માણસ ગમે તેટલા છુપા ગુનાહ કરે તે ખુદાઈ નિરિક્ષણથી બહાર નથી જઈ શકતો. એ જ પ્રમાણે ટ્રાફિક લાઈટ તથા મોટા સ્ટોરોમાં ગોઠવાયેલ કેમેરા, અલગ અલગ પ્રકારના એક્ષ્રે મશીનો અને ગુનાશોધક સાધનો બધા આપણને બતાવે છે, કે કેમેરાના તારની જેમ ખુદાઈ તાર પણ જીવનના દરેક રસ્તા ઉપર ખુદાઈ કેમેરા સાથે ગોઠવાયેલ છે. અને આખિરતની અદાલતમાં આ કેમેરા આપણી વિરૂધ્ધ સાક્ષી આપશે.
Log in or Register to save this content for later.