Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 140 -141)
૧. તવાફ કરતી વખતે.
ર. મુલ્તઝમ (હજરે અસ્વદ અને દરવાજાની વચમાં) પાસે.
૩. હતીમની અંદર.
૪. કાબા શરીફના અંદર.
પ. હજરે અસ્વદ પાસે.
૬. કાબા શરીફના દરવાજા સામે.
૭. રૂકને યમાની પાસે.
૮. સૌપ્રથમ કાબા શરીફ ઉપર નજર પડે ત્યારે.
૯. મકામે ઈબ્રાહીમની પાછળ.
૧૦. ઝમઝમના કુવા પાસે. (હવે નીચે જવાનું બંધ કરી દીધુ છે.)
૧૧. સફા–મરવહની પહાડી પાસે.
૧ર. સફા–મરવહના લીલા થાંભલાઓની વચ્ચે.
૧૩. મીના ખાસ મસ્જિદે ખયફમાં.
૧૪. અરફાતના મેદાનમાં.
૧પ. મુઝદલિફામાં.
૧૬. મિઝાબે રહમત (પરનાળુ)ની નીચે.
૧૦ ઝિલ્હજ્જના કાંકરી મારવા પછી દુઆ માટે થોભવુ સુન્નત નથી. કાંકરી માર્યા બાદ પોતાના તંબૂ તરફ ચાલ્યો જાય. ૧૧મી ઝિલ્હજ્જના પહેલા અને બીજા શયતાન પાસે થોભીને દુઆ કરે. ત્રીજા શયતાન પાસે ન થોભે. આ જ પ્રમાણે ૧રમી ઝિલ્હજ્જના પણ કરે.
Log in or Register to save this content for later.