ઝમઝમનું પાણી

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 72 - 73)

મુસ્તહબ છે કે તવાફની બે રકાઅત અને મુલ્તઝમ પર દુઆ માંગી ઝમઝમના નળો પાસે આવે અને કિબ્લા તરફ રૂખ કરી ત્રણ સાંસમાં પેટ ભરીને પાણી પીએ. શરૂમાં બિસ્મિલ્લાહ અને છેવટમાં અલ્હમ્દુલિલ્લાહ પઢી આ દુઆ માંગે :

اَللّٰھُمَّ اِنِّیْ اَسْئَلُکَ عِلْمًا نَافِعاً وَرِزْقًا وَّاسِعًا وَّعَمَلاً صَالِحًا وَّ شِفَائً مِنْ کُلِّ دَائْ۔

‘અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલુક ઈલ્મન્નાફિઆ વરિઝકંવ્વાસિઆ વઅમલન સ્વાલિહા વશિફાઅન મિન્કુલ્લિ દાઅ.’

અર્થઃ અય અલ્લાહ ! હું તારી પાસે લાભકારક ઈલ્મ, વિશાળ રોઝી, નેક અમલ અને દરેક બિમારીથી શિફા માંગું છું.

મસ્અલોઃ ઝમઝમના પાણીથી ગુસલ અને વુઝૂ કરવું સારૂ નથી, પરંતુ વુઝૂ વગરની વ્યકિત વુઝૂ કરી શકે છે. પેશાબ વગેરેનો ઈસ્તિન્જો અને શરીર કે કપડાં પર લાગેલી નાપાકી ધોવી જાઈઝ નથી.

હઝરત જાબીર (રદી.)થી રિવાયત છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું છે કે, ઝમઝમનું પાણી તે મકસદ માટે છે, જે માટે પીવામાં આવે.

Log in or Register to save this content for later.