Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 147)
મસ્અલોઃ સિવેલુ કપડું પુરી રાત અથવા દિવસ (૧ર કલાક) સામાન્ય પહેરવાની રીતે પહેરવાથી દમ અને થોડીવાર પહેરવાથી સદકો વાજિબ થશે.
મસ્અલોઃ જરૂરતના લઈ સિવેલા કપડામાં જ એહરામની નિય્યત કરી લીધી અને જો સિવેલા કપડાં રાત અથવા દિવસ પહેર્યા તો દમ વાજિબ થશે. દિવસ–રાતમાં થોડો સમય પહેર્યા તો સદકો વાજિબ થશે. વિમાન માર્ગે મુસાફરી કરનાર ભાઈઓને જરૂરતને લઈ સિવેલા કપડામાં જ એહરામ બાંધવાનો મોકો આવી જાય તો એક દિવસ (બાર કલાક)થી ઓછા સમય પહેરવાથી દમથી મુકિત મળી જશે. પોણા બે કિ.ગ્રા. ઘઉં અથવા એની કિંમત આપી દે.
Log in or Register to save this content for later.