Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 148)
મસ્અલોઃ પુરા માથાના અથવા પુરી દાઢીના અથવા ચોથા ભાગના વાળ કપાવ્યા કે મુંડાવ્યા તો દમ વાજિબ થશે.
મસ્અલોઃ બગલના પુરા વાળ તેમજ દુંટીના નીચેના તેમજ ગરદનના પુરા વાળ મુંડાવ્યા તો દમ વાજિબ થશે.
મસ્અલોઃ એક અથવા બે વાળ કપાવ્યા તો દરેક વાળના બદલામાં એક મુઠ્ઠી અનાજ સદકો કરે. ત્રણ અથવા વધુ વાળ કપાવ્યા તો સદ્કએ ફિત્ર વાજિબ છે.
મસ્અલોઃ એહરામ બાંધેલ માણસની કોઈપણ હરકત વગર વાળ પોતે જ ખરી પડે તો કાંઈ સજા વાજિબ નથી.
મસ્અલોઃ એહરામ બાંધેલ માણસની કોઈ એવી હરકતથી વાળ ખરી પડયા, જેનો હુકમ શરીઅતમાં આપવામાં આવ્યો છે. જેમ કે વુઝૂ અથવા ગુસલ અને તેનાથી ત્રણ અથવા વધુ વાળ ખરી પડયા તો એક મુઠ્ઠી સદકો કાફી છે.
મસ્અલોઃ એહરામ બાંધેલ માણસે બીજા એહરામ બાંધેલ માણસનું માથુ ચોથા ભાગ અથવા તેનાથી વધુ મુંડી નાંખ્યુ તો મુંડવાવાળા પર સદકો છે અને મુંડાવવાવાળા ઉપર દમ વાજિબ થશે.
Log in or Register to save this content for later.