હજ્જમાં કપડામાં ખુશ્બૂ લગાડવાની ભૂલ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 145)

મસ્અલોઃ કપડું ખુશ્બૂથી ભરેલુ પહેર્યુ. જો ખુશ્બૂ વેંત બે વેંતથી ઓછી લાગી હોય અથવા વેંત બે વેંત લાગી છે તો આવુ કપડું એક રાત અથવા એક દિવસ પહેર્યુ હોય તો તેનાથી દમ વાજિબ થશે.

મસ્અલોઃ વેંત બે વેંતથી ઓછી ખુશ્બૂ લાગેલી હોય તો સદકો આપે. અગર રાત અથવા દિવસ પહેર્યુ અને રાત–દિવસથી ઓછુ પહેરવાની સૂરતમાં પણ સદકો વાજિબ છે. અને એક દિવસથી ઓછા સમયમાં ચાહે ખુશ્બૂ વધારે હોય અને વેંત બે વેંત ખુશ્બૂ ભરેલી હોય તો સદકો છે. અર્ધી રાતથી અર્ધો દિવસ એક દિવસની ગણત્રીમાં આવશે.

મસ્અલોઃ ગળામાં ફુલોનો હાર પહેરવો મકરૂહ છે.

Log in or Register to save this content for later.