તવાફના મકરૂહ કામો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 54 to 56)

૧. તવાફ દરમ્યાન બિનજરૂરી વાતચીત કરવી.

ર. ખરીદ–વેચાણ કરવું અથવા તે અંગે વાતચીત કરવી.

૩. ઉંચા અવાજે ઝિક્ર કે દુઆ માંગવી.

૪. નાપાક કપડામાં તવાફ કરવો.

પ. રમલ અને ઈઝતિબાઅને કારણ વગર છોડી દેવો.

૬. હજરે અસ્વદનો ઈસ્તિલામ ન કરવો.

૭. હજરે અસ્વદ સામે આવ્યા પહેલાં જ હાથ ઉંચા કરી લેવા.

૮. તવાફના ચક્કરો વચ્ચે બીજા કોઈ કામમાં લાગી જવુ અથવા વગર કારણે રોકાઈ જવુ.

૯. તવાફ દરમ્યાન કોઈપણ જગ્યાએ દુઆ માટે થોભી જવુ. (ચાહે મકામે ઈબ્રાહીમ હોય કે કાબા શરીફની ચોખટ હોય.)

૧૦. તવાફ દરમ્યાન ખાવુ.

૧૧. બે અથવા બેથી વધુ તવાફ એક સાથે કરવા અને વચમાં બે રકઅત તવાફની અદા ન કરવી, પરંતુ મકરૂહ સમયે બે–ત્રણ તવાફ એક સાથે કરી લેવા જાઈઝ છે.

૧ર. ખુત્બા વખતે તવાફ કરવો.

૧૩. ફર્ઝ નમાઝની તકબીર અને ઈકામત થતી હોય ત્યારે તવાફ શરૂ કરવો.

૧૪. તવાફની નિય્યત સમયે તકબીર કહયા વગર બંને હાથ ઉઠાવવા.

૧પ. તવાફ દરમ્યાન દુઆ માટે હાથ ઉઠાવવા અને નમાઝની જેમ બાંધવા.

૧૬. પેશાબ–સંડાસની હાજત હોય એવા સમયે તવાફ કરવો.

 ૧૭. કોઈ કારણ વગર ચપ્પલ (સ્લીપર) પહેરી તવાફ કરવો.

Log in or Register to save this content for later.