Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 144-145)
શરીરના કોઈ મોટા ભાગ માથુ, દાઢી, હથેળી, જાંગ, પીંડલી ઉપર પુરા ભાગે ખુશ્બૂ લગાડી તો સંપૂર્ણ ભૂલ ગણાશે. ઉઝર વગર થોડીકવાર માટે પણ કેમ ન લગાડી હોય. તરત જ ધોઈ નાંખશે તો પણ દામ વાજિબ થશે.
ઉઝરથી બિમારીને લઈ લગાડી તો ત્રણ કામોમાંથી જે અદા કરશે સહીહ છે : (૧) દમ, (ર) ત્રણ રોઝા, (૩) ૬ ફકીરોને સદ્કએ ફિત્ર (સાડા દસ કિલો) બરાબર ફિદીયો. ત્રણમાંથી કોઈ એક અદા કરવું વાજિબ છે.
કોઈ નાના ભાગને ઉઝર વગર ખુશ્બૂ લગાડવી, જેમકે નાક, કાન, આંખ, મૂંછ, આંગળી અથવા મોટા અવયવના થોડા ભાગમાં તો ભૂલ અધુરી ગણાશે. એમાં સદ્કએ ફિત્ર બરાબર વાજિબ છે. ઉઝર લાચારીથી અધૂરી ભૂલમાં ઈખ્તિયાર છે. ફિત્રા બરાબર સદકો આપે અથવા ત્રણ રોઝા રાખે.
નોંધઃ અધૂરી, સંપૂર્ણ ભૂલ ત્યારે છે કે, ખુશ્બૂ થોડીક હોય, પરંતુ નાના ભાગને પણ વધુ ખુશ્બૂ લગાડી આપી તો સંપૂર્ણ ભૂલ ગણાશે અને દમ અદા કરવું જરૂરી થશે
Log in or Register to save this content for later.