Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 29)
હજની સુન્નતો આઠ (૮) છે :
[૧] મુફરિદ આફાકી અને કારિને તવાફે કુદૂમ કરવો.
[ર] તવાફે કુદૂમમાં રમલ કરવો. જો આ તવાફમાં રમલ ન કર્યુ હોય તો પછી તવાફે ઝિયારત અથવા તવાફે વિદાઅમાં રમલ કરવું.
[૩] ૯મી ઝિલ્હજ્જના રાત્રે મિનામાં રહેવું.
[૪] સૂર્ય ઉગ્યા પછી નવમી ઝિલ્હજ્જના મિનાથી અરફાત જવું.
[પ] અરફાતથી વાપસ થતાં રાત્રે મુઝદલિફામાં થોભવું.
[૬] અરફાતમાં ગુસલ કરવું.
[૭] મિનાના દિવસોમાં રાત્રે મિનામાં રહેવું.
[૮] મિનાથી વાપસીમાં મુહસ્સબનામી જગ્યાએ થોડીવાર માટે પણ થોભવું. આ સિવાય પણ ઘણી સુન્નતો છે, જે મોકાસર વર્ણન થશે.
Log in or Register to save this content for later.