Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 143-144)
ઉઝરનો અર્થ તાવ, શરદી, ઝખ્મ, દર્દ, દરેક તે બિમારી જેમાં તકલીફ વધુ હોય. લગાતાર બિમારી તેમજ મરણ સુધી પહોંચવાના ખતરાવાળી બિમારી હોય.
ઉંઘ, ભૂલચૂક, નાદારી (ગરીબી) એ ઉઝર નથી. અગર ઉઝરને કારણે સિવેલું કપડું પહેર્યુ, ખુશ્બૂ લગાડી, વાળ કપાવ્યા, માથુ તેમજ મોઢુ છુપાવ્યું, આ સર્વેમાં અગર ભૂલ સંપૂર્ણ છે (જેની વિગત આગળ આવે છે.) તો એહરામવાળી વ્યકિતને ઈખ્તિયાર છે કે દમ અદા કરે અથવા ત્રણ રોઝા રાખે અથવા છ (૬) ફકીરોને સદ્કએ ફિત્ર બરાબર સદકો કરે. (સાડા દસ કિ.ગ્રા.)
અગર ભૂલ સંપૂર્ણ (કામિલ) નથી, તો ઈખ્તિયાર છે કે ત્રણ રોઝા રાખે અથવા છ (૬) ફકીરોને સદકો આપે. આ ઈખ્તિયાર ઉઝરની હાલતમાં છે. ઉઝર વગર સંપૂર્ણ (કામિલ) ભૂલમાં દમ વાજિબ છે. અને અધૂરી ભૂલમાં સદકહ નક્કી છે. રોઝાથી ભૂલ અદા થશે નહિં.
દરેક ભૂલને અલગ-અલગ પોસ્ટમાં વિસ્તારથી લખવામાં આવી છે, તેના બદલામાં વાજીબ થતી ચીજો સાથે…
Log in or Register to save this content for later.