નિય્યત સબંધિત મસાઇલ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 62 to 63)
  • નિય્યતનો સબંધ દિલ સાથે છે, જીભ સાથે નથી. જીભથી નિય્યત ફક્ત એટલા માટે કરવામાં આવે છે કે, દિલ નમાઝમાં વધુ પરોવાય જાય અને ધ્યાનમગ્ન થવામાં વધારો થઈ જાય. (કિતાબુલ ફતાવા : ૧૬૧/ર)
  • નમાઝ માટે નિય્યત કરવી શર્ત છે. એના વગર નમાઝ થશે નહીં. હા, નિય્યત દિલથી કરવામાં આવશે, ઝબાનથી ઉચ્ચાર જરૂરી નથી. હવે જ્યારે કોઈ માણસ મસ્જિદમાં આવે છે, તો નમાઝની નિય્યતથી જ આવે છે, જેથી તેની નિય્યત થઈ ગઈ. હવે જો કોઈ માણસ વુઝૂ કરીને એવા સમયે મસ્જિદમાં પહોંચ્યો કે ઈમામ સાહેબ રુકૂઅમાં છે અને માણસ ઝબાનથી નિય્યત કરે તો રુકૂઅ અને આખી રકા’ત છૂટી જવાનો ભય છે, તો એવા સમયે ઝબાનથી નિય્યતના શબ્દોનો ઉચ્ચાર કર્યા વગર ઈમામની સાથે રુકૂઅમાં મળી જાય. (કિતાબુલ ફતાવા : ૧૬ર-૧૬૩/ર)
  • એકલા નમાઝ પઢવાવાળાએ ફક્ત એટલી જ નિય્યત કરવી કિફાયત થઈ જશે કે “હું ફલાણા વખતની ફર્ઝ નમાઝ અદા કરી રહ્યો છું” અને ઈમામ સાથે નમાઝ પઢવાવાળા (મુક્તદી)એ બે વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એ નક્કી કરે કે કઈ નમાઝ પઢી રહ્યો છે અને એ નિય્યત કરે કે હું આ ઈમામની પાછળ નમાઝ પઢું છું. ઈમામ માટે ઈમામતની (નમાઝ પઢાવી રહ્યો છું) નિય્યત કરવી જરૂરી નથી. હા, નિય્યત કરશે તો નમાઝ પઢાવવાનો પણ સવાબ મળી જશે. (કિતાબુલ મસાઈલ : ર૭ર-ર૭૩)
  • જો કોઈ નમાઝ કોઈ મકરૂહે તહરીમી કામ કરવાને લીધે અથવા વાજિબ છૂટી જવાને કારણે ફરી પઢવી પડે, તો આ નિય્યત કરે કે, “હું ફર્ઝ નમાઝમાં થયેલ નુકસાનની ભરપાઈ માટે નમાઝ પઢી રહ્યો છું.” (કિતાબુલ મસાઈલ : ર૭પ)
  • વિત્ર માટે ફક્ત આટલી જ નિય્યત કરવી કિફાયત થઈ જશે :“હું વિત્રની નમાઝ પઢી રહ્યો છું.” વિત્રની વાજિબ નમાઝ બોલવાની જરૂરત નથી. જ્યારે સુન્નતે મુઅક્કદહમાં આટલી જ નિય્યત બસ થઈ જશે કે, “હું ચાર રકઅત પઢું છું.” જોહરની ચાર રકઅત બોલવું જરૂરી નથી. (કિતાબુલ મસાઈલ : ર૭પ)
  • જનાઝાની નમાઝમાં નમાઝની નિય્યતની સાથે સાથે મય્યિત માટે દુઆ અને સિફારીશની નિય્યત પણ કરવામાં આવશે.
Log in or Register to save this content for later.