નમાઝે હાજત

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 186 )

હદીષ શરીફમાં આવ્યું છે કે, પોતાની કોઈપણ જરૂરિયાત અલ્લાહ તઆલાથી તલબ કરવી અને પોતાના કોઈપણ કામ માટે તેમજ બીજા કોઈથી કોઈ મદદની જરૂર હોય ત્યારે પણ તે કામ પુરૂ થવાની હાજતને અલ્લાહ તઆલાના દરબારમાં પેશ કરવામાં આવે, અને તે માટે તેનાથી જ મદદ માંગવામાં આવે. આ નમાઝ પઢી રહ્યા બાદ દુઆ કરવામાં આવે.

હુઝૂરે અકરમ (સલ.)એ ફરમાવ્યું કે, જેને કોઈ હાજત અલ્લાહ તઆલાથી હોય અથવા કોઈ બંદાથી હોય, તો તેને જોઈએ કે સારી રીતે વુઝૂ કરે, પછી બે રક્‌અત નમાઝ પઢે. પછી અલ્લાહ તઆલાની હુઝૂરમાં તેની હમ્દ એટલે કે તારીફ અને સિફતો બયાન કરે. પછી દુરૂદ શરીફ પઢીને આ દુઆ પઢે : લા ઈલાહ ઈલ્લલ્લાહુલ હલીમુલ કરીમ, સુબ્હાનલ્લાહિ રબ્બિલ અર્શિલ અઝીમ, વલ્હમ્દુ લિલ્લાહિ રબ્બિલ આલમીન. અસ્‌અલુક મુજિબાતિ રહમતિક વ અઝાઈમ મગફિરતિક, વલ ગનિમત મિન કુલ્લિ બિર્રિંવ વસ્સલામત મિન કુલ્લિ ઈસ્મીન, લા તદઅલી ઝમ્બન ઈલ્લા ગફરતહુ વલા હમ્મન

ઈલ્લા ફર્રજતહુ વલા હાજતન હિય લક રિદન ઈલ્લા કદયતહા યા અરહમર્રાહિમીન.

Log in or Register to save this content for later.