ગુસલ કરવાની રીત

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 43 to 44)

પ્રથમ બન્ને હાથ પહોંચા સુધી ધોવે. પછી પેશાબ-સંડાસની જગ્યા ધોવે. (હાથ અને ઈસ્તિન્જાની જગ્યા ઉપર નજાસત હોય અથવા ન હોય, તો પણ બન્ને હાલતમાં ધોવે.) ફરી બદનમાં જ્યાં નાપાકી લાગી હોય તેને ધોઈને પાક કરે. ફરી વુઝૂ કરે. રમઝાન સિવાયના દિવસોમાં કુલ્લી કરતી વખતે મ્હોમાં ચારે તરફ પાણી ફેરવી ગળગળા કરે અને નાકમાં (નરમ ભાગ છે ત્યાં સુધી) સારી રીતે પાણી પહોંચાડે. વુઝૂ કર્યા પછી ત્રણ વાર માથા ઉપર પાણી નાંખે. ફરી ત્રણ વાર જમણા ખભા ઉપર પાણી નાંખે અને ફરી ડાબા ખભા ઉપર ત્રણ વાર પાણી નાંખે. એવી રીતે કે પુરા બદન ઉપર પાણી વહી જાય અને શરીરના દરેક ભાગ ઉપર પાણી પહોંચાડવું જરૂરી છે. ગુસલમાં વુઝૂ કરવાની જગ્યા પગ ખરડાઈ જાય તેવી હોય, તો બદન પુરૂં ધોયા બાદ પાક જગ્યામાં આવી પછી પગ ધોવે. ઉપર મુજબ સુન્નત તરીકા પ્રમાણે ગુસલ થયું. હાથની આંગળીઓમાં વીંટી, છલ્લો યા નાકમાં લોંગ (સળી), કાનમાં વાળી કે એરીંગ હોય તો તેને હલાવીને પાણી પહોંચાડવું જરૂરી છે. દાંતોમાં વચ્ચે સોપારી અથવા તો બીજી કોઈ વસ્તુ અટકી હોય તો ખિલાલ કરીને કાઢે. તેના કારણથી પાણી નહીં પહોંચે તો ગુસલ થશે નહીં.

Log in or Register to save this content for later.