Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 43)
ગુસલમાં ત્રણ ચીઝો ફર્ઝ છે :
- એવી રીતે કોગળો કરવો કે પુરા મ્હોમાં પાણી પહોંચી જાય.
- નાકમાં ત્યાં સુધી જ્યાં સુધી નાક નરમ છે, પાણી નાખવું.
- પુરા બદન ઉપર પાણી પહોંચાડવું (રેડવું).
ગુસલમાં પાંચ સુન્નતો છે :
- બન્ને હાથ કાંડા સુધી ધોવા.
- પેશાબ-સંડાસ કરી નજાસત (નાપાકી) લાગેલી હોય તે દૂર કરવી.
- નાપાકી દૂર કરવાની નિય્યત કરવી.
- વુઝૂ કરવું.
- આખા બદન ઉપર ત્રણ વાર પાણી રેડવું.