વુઝૂ ના ફર્ઝો, સુન્નતો અને મુસ્તહબો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 20-21)

વુઝૂમાં ચાર વસ્તુ ફર્ઝ છે :

  • એક વાર પેશાનીના વાળથી હડપચીની નીચે સુધી અને એક કાનથી બીજા કાન સુધી પુરૂ મ્હોં ધોવું.
  • બન્ને હાથો કોહણી સમેત એક-એક વાર ધોવા.
  • એક વાર માથાના ચોથા ભાગનો મસોહ કરવો.
  • એક-એક વાર બન્ને પગ ઘુંટી સમેત ધોવા.

આ ચાર વસ્તુ વુઝૂમાં ફર્ઝ છે. આ ફર્ઝોમાંથી જો એક ચીઝ પણ ધોવાની રહી જશે અથવા વાળ બરાબર પણ કોઈ જગ્યા સૂકી રહી જશે, તો વુઝૂ થશે નહીં. (દુર્રે મુખ્તાર)

વુઝૂની સુન્નતો :

  • નિય્યત કરવી. એમાં ઈરાદો કરવો કિફાયત થઈ જશે, ઝબાનથી કહેવું જરૂરી નથી.
  • બિસ્મિલ્લાહિલ અઝીમ, વલ હમ્દુ લિલ્લાહિ અલા દીનિલ ઈસ્લામ પઢીને વુઝૂ શરૂ કરવું.
  • મ્હોં ધોવાથી પહેલાં બન્ને હાથ કાંડા સુધી એક વાર ધોવા.
  • ત્રણ વાર કોગળા કરવા. દરેક વાર મોઢુ ભરીને પાણી લેવું અને રોઝો ન હોય તો ગળગળો કરવો. મિસ્વાક કરવું.
  • નાકમાં ૩ વાર પાણી પહોંચાડવું. દરેક વખતે નવું પાણી લેવું અને જો રોઝો ન હોય તો ઉપર સુધી પહોંચાડવું.
  • હાથ આંગળીઓ તરફથી ધોવા. કેણીથી નીચે તરફ ન ધોવા.
  • હાથ ધોયા પછી આંગળીઓનો ત્રણ વાર ખિલાલ કરવો.
  • પગ ધોતી વખતે ત્રણ (૩) વાર આંગળીઓનો ખિલાલ કરવો.
  • આખા માથાનો એક વાર મસોહ કરવો.
  • માથાનો મસોહ કર્યા પછી બન્ને કાનોનો મસોહ કરવો.
  • દરેક અવયવને ત્રણ વાર ધોવા.
  • વુઝૂ ક્રમવાર કરવું.
  • જમણા અંગને ડાબા અંગ કરતાં પહેલાં ધોવું.
  • એક અંગ સૂકાતા પહેલાં બીજુ અંગ ધોઈ લેવું.
  • ધોતી વખતે હાથથી બરાબર મસળવુ અને ફેરવવું.

વુઝૂમાં મુસ્તહબઃ

  • જમણી બાજુથી શરૂ કરવું.
  • ગરદનનો મસોહ કરવો.
  • વુઝૂના કામને પોતે કરવું, બીજાની મદદ ન લેવી.
  • કિબ્લા તરફ મ્હોં કરીને બેસવું.
  • ઉંચી અને પવિત્ર જગ્યા ઉપર બેસીને વુઝૂ કરવું.
Log in or Register to save this content for later.