Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 28 to 30)
Views:
152
- મુસલમાનો માટે શઅબાન અને રમઝાન મહિનાની ર૯મી તારીખે ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત)ના સમયે ચાંદ જોવાની કોશિષ કરવી ફર્ઝે કિફાયા છે. કેમકે રમઝાનના રોઝા દીનના પાંચ અરકાનમાંથી એક છે અને તેનો સીધો સબંધ ચાંદ સાથે છે. (મસાઈલે રોઝા : ૩૦)
- આસ્માન વાદળછાયુ હોવાથી રમઝાનનો ચાંદ ન દેખાય, પરંતુ એક દીનદાર, પરહેઝગાર, સાચો માણસ ગવાહી આપે કે મેં રમઝાનનો ચાંદ જોયો છે, તો ચાંદ સાબિત (પુષ્ટિ) થઈ ગયો. ચાહે તે સ્ત્રી હોય કે પુરૂષ. (બેહિશ્તી ઝેવર : ૧૩૩-૧૩૪)
- આસ્માન વાદળછાયુ હોવાને કારણે ઈદનો ચાંદ ન દેખાય, તો એક માણસ પર ભરોસો કરવામાં આવશે નહીં, બલ્કે બે ભરોસાપાત્ર, પરહેઝગાર મર્દ અથવા એક દીનદાર મર્દ અને બે દીનદાર ઔરત પોતે ચાંદ જોવાની ગવાહી આપે, તો જ ચાંદ સાબિત થશે. (બેહિશ્તી ઝેવર : ૧૩૪)
- રમઝાન, રમઝાન ઈદ (શવ્વાલ) અને બકરી ઈદ (ઝિલ્હજ્જ) સિવાય બાકીના નવ મહિનામાં ચાંદ સાબિત કરવા માટે બે મર્દો અથવા એક મર્દ અને બે સ્ત્રીઓની ગવાહી કિફાયત કરશે. આસ્માન વાદળછાયુ હોય કે ન હોય. (ફતાવા રહીમિય્યહ : ૧રપ/૪)
- લોકોમાં પ્રચલિત છે કે, જે દિવસે રજબની ચોથી તારીખ હોય છે, એ જ દિવસે રમઝાનની પહેલી તારીખ હોય છે. શરીઅતમાં આની કોઈ પુષ્ટિ અને માન્ય નથી. ચાંદ ન થાય તો રોઝો રાખવો જોઈએ નહીં. (બેહિશ્તની ઝેવર : ૧૩૪)
- દૂરબીન વગેરેથી ચાંદ જોવાનો પણ એતેબાર (ભરોસો) થશે. કેમકે એનાથી ચાંદ જોવામાં સહુલત થાય છે. એનાથી ન ઉગેલો ચાંદ ઉગી જતો નથી. (કિતાબુલ મસાઈલ : ૪૮)
- ભારતભરમાં ચાંદ કમિટીઓની વ્યવસ્થા હજુ મજબૂત અને અંદરો અંદર જોઈએ તે રીતે જોડાયેલ નથી, બલ્કે દરેક રાજ્ય (અથવા જિલ્લાઓ)ની અલગ-અલગ કમિટીઓ છે. એટલે જો ઉત્તર ભારતમાં ચાંદ જોવાની ખરાઈ થઈ જાય, તો પણ દક્ષિણ ભારતમાં જ્યાં સુધી ભરોસાપાત્ર ચાંદ કમિટીઓ ત્યાંની ખબરને માન્યતા ન આપે, ત્યાં સુધી દક્ષિણ ભારતના લોકોએ અમલ કરવો જાઈઝ થશે નહીં. (કિતાબુલ મસાઈલ : પ૬/ર)
- ચાંદ કમિટીઓ પાસે પહેલા ગવાહીઓ આવે છે, પછી ચાંદ કમિટીઓ તેના ઉપર ચર્ચા-વિચારણા કરે છે કે (શરીઅતની દૃષ્ટિએ) આ ગવાહીઓ ભરોસાપાત્ર છે કે નથી ? શરીઅતને આધિન ચર્ચા-વિચારણાના અંતે તેઓ જે નિર્ણય પર પહોંચે છે, તેનું એલાન કરવામાં આવે છે. હવે એમાં અમુક વાર મોડું થઈ જવું શક્ય છે અને કામ કરવું મુશ્કેલ અને કઠીન હોય છે. એના ઉપર ટીકા-ટીપ્પણી કરવી ઘણી સહેલી છે. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પ૧૬/૪) શરીઅતના કાયદા મુજબ ગવાહી, ગવાહો ચકાસવા વગેરે કામો માટે મોડું થવું સંભવ છે. જેથી આપણે એના ઉપર ટીકા-ટીપ્પણીથી અળગા રહેવું જોઈએ અને સારો ઉકેલ એ છે કે, દરેક ગામમાં ભરોસાપાત્ર, પરહેઝગાર, ગવાહીને લાયક અમુક વ્યક્તિઓએ કોઈક વ્યક્તિને ત્યાં અથવા મસ્જિદના ધાબા પર ર૯મી રમઝાનના દિવસે ચાંદ જોવા માટે ઈફતારી કરવી જોઈએ.
Log in or
Register to save this content for later.