Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 164 to 165)
સવાલ : શું અબૂ જહ્લ હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કંઈક સગામાંથી છે ? ઝેદ કહે છે કે તે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો કાકો હતો. શું ઝેદ સહી કહે છે ?
જવાબ : હઝરત મુહમ્મદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી અબૂ જહ્લને કાકા હોવાની સગાઈ ન હતી. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કાકાઓની સંખ્યા સીરતની કિતાબોમાં દસ, અગિયાર, બાર, તેર એમ વિવિધ આંકડાઓ બતાવી તેઓની નામાવલી પણ આપવામાં આવી છે. તેમાં અબૂ જહ્લનું નામ નથી.
વળી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને અબૂ જહ્લનું નસબનામું (પેઢીનામું) જોઈએ તો તેના અભ્યાસથી પણ સાબિત થાય છે કે અબૂ જહલ આપનો કાકો ન હતો. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું પવિત્ર નસબનામું આ પ્રમાણે છે :
મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ મુત્તલિબ બિન હાશિમ બિન અબ્દેમનાફ બિન કુસય બિન કિલાબ બિન મુર્રહ બિન કઅબ બિન લુઅય.
અબૂ જહલની વંશાવલી આ પ્રમાણે હતી :
અબૂ જહલ બિન હિશામ બિન અમ્ર બિન રબીઅહ બિન હારિસ બિન હુબૈબ બિન નશ્ર બિન માલિક બિન હિસ્લ બિન આમિર બિન લુઅય.
બંને નસબનામા “લુઅય”માં મળી જાય છે જે હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના નસબમાં દસમાં નંબરે છે અને અબૂ જહલના નસબમાં અગિયારમાં નંબરે છે. આ વિગત મુજબ અબૂ જહલ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો કાકો તો નથી પરંતુ ખાનદાની ભત્રીજો બને છે.
અને “સીરતે ઇબ્ને હિશામ”માં છે કે અબૂ જહલના બાપ હિશામ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના દાદા અબ્દુલ મુત્તલિબના ભાઈ “નઝલહ”ના અખયાફી (મા શરીક) ભાઈના છોકરા હતા, જેમણે અબૂ હાશિમ અને બનુલ મુત્તલિબના વિરુદ્ઘ કુરૈશના બાયકોટનામા (બહિષ્કારનામા)ને તોડવાના પ્રયાસો કર્યા હતા.
(“સીરતે ઈબ્ને હિશામ” ૧/૧૧૯,૩૯૭, “મદારિજુન્નુબુવ્વત” ર/૬,પ૪૭)
Log in or Register to save this content for later.