Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 155 to 156)
સવાલ : અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇમામહ (પાઘડી) કેવા રંગનો હતો અને કેટલો લાંબો, પહોળો હતો ?
જવાબ : હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વિવિધ રંગોના ઇમામહ ઉપયોગ ફરમાવતા હતા. મોટે ભાગે સફેદ પહેરતા હતા. અને અમુક સમયે કાળો પહેરતા હતા અને કદી કદી લીલા રંગનો ઇમામહ પણ પહેરતા હતા. સીરતના અમુક લેખકોએ હઝરત આઈશહ (રદિ.) તરફ નિસબત કરી લખ્યું છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સફરમાં સફેદ અને હઝરમાં (ઘર પર હોય ત્યારે) ઊનનો કાળો ઇમામહ બાંધતા હતા.
આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઇમામહની લંબાઈ પહોળાઈ વિષે ઈમામ જઝરી (રહ.) કહે છે કે મેં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઇમામહની લંબાઈ પહોળાઈ જાણવા સીરત અને તારીખ (ઇતિહાસ)ની ઘણી કિતાબોનો અભ્યાસ કર્યો, પરંતુ કોઈ ચોકકસ માહિતી પ્રાપ્ત ન થઈ શકી. છેવટે એક વિશ્વાસપાત્ર આલિમે મારી સામે ઇમામ નવવી (રહ.)થી નકલ કયુઁ કે,
આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના બે ઇમામહ હતા. એક ટૂંકો અને એક લાંબો. ટૂંકો સાત હાથ (સાડા દસ ફૂટ)નો હતો અને લાંબો બાર હાથ (૧૮ ફૂટ) નો હતો.
અને ઉપર હઝરત આઈશહ (રદિ.)ની રિવાયતમાં એક હાથની પહોળાઈ બતાવવામાં આવી છે.
(“ઝિયાઉલ્ કુલૂબ ફી લિબાસિલ્ મહબૂબ ખુલાસતુલ્ ફતાવા” ભાગ ૩ સાથે)
Log in or Register to save this content for later.