[૪૪] આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની શફાઅત ઉપર સંતોષ માની બેઅમલ રહેવું

Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)

(Page : 131 to 132)

સવાલ : રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે :

                “જેણે મારી કબ્રની ઝિયારત કરી, જાણે જીવતાંજોત તેણે મારી ઝિયારત કરી, અને મારા ઉપર તેની શફાઅત વાજિબ થઈ ગઈ.”

                તો જો આ રીતે ઝિયારત કર્યા પછી માણસ સંતોષ માનીને બેસી રહે તો પણ તેના માટે શફાઅત વાજિબ થશે ખરી ?

જવાબ : એ પ્રમાણે સંતોષ માનીને બેસી રહેવું જાઈઝ  અને દુરુસ્ત નથી અને એવી માન્યતાના આધારે ફરાઈઝ, વાજિબાત અને સુન્‍નતો છોડવાથી અને ગુનાહિત કાર્યો કરવાથી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મખ્સૂસ શફાઅત જે ઉમ્મતે મુહમ્મદિય્યહ માટે કરવામાં આવશે તેનો હકદાર નિહ રહે અને તેનાથી વંચિત રહેશે. કારણ કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ જે પ્રમાણે ઝિયારતે કબ્રે મુબારકની મજકૂર ફઝીલત બયાન ફરમાવી છે, એ જ પ્રમાણે ઘણા નેક કામો ન કરવા ઉપર અને ઘણા બદ કાર્યો કરવા ઉપર અઝાબે આખિરતની વઈદ પણ બયાન ફરમાવી છે, બલ્કે કેટલાક કામો તો એવા છે કે તેના છોડવા પર શફાઅતથી મહરૂમીની વઈદ સ્પષ્ટ શબ્દોમાં બયાન ફરમાવી છે. દા.ત. ઝોહર પહેલાંની ચાર રકઅત સુન્‍નતો વિશે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે :

                “જેણે ઝોહર પહેલાંની ચાર રકઅત છોડી દીધી તેને મારી શફાઅત

                પ્રાપ્ત નિહ થાય .” [“શામી” : ૧ / ૪પ૩] Log in or Register to save this content for later.