Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 132 to 133)
સવાલ : એક માણસ હજના અરકાનથી ફારિગ થઈ મદીના મુનવ્વરહ ગયો અને ત્યાં જઈને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના રવઝહ મુબારકનો એક તવાફ કર્યો. તો પૂછવાનું એ કે શું મુસલમાન કઅબતુલ્લાહ સિવાય મદીના મુનવ્વરહ જઈ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના રવઝહનો તવાફ કરી શકે છે ?
જવાબ : તવાફની ઈબાદત કાબા શરીફ સાથે ખાસ છે. બીજી કોઈ પણ મુબારક જગ્યા જેમ કે મિસ્જદ, કોઈ વલીનો ઝાર અહીયા સુધી કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના રવઝએ મુબારકહનો તવાફ કરવો બિદઅત અને નાજાઈઝ છે બલ્કે અગર કોઈ માણસ મુસ્તહબ સમજીને તેનો તવાફ કરશે તો તેના કુફ્રનો ભય છે.
માટે આવા નાજાઈઝ અને બિદઅત પ્રકારના કૃત્યથી સાચા દિલથી તવબહ કરવી જોઈએ.
મુલ્લા અલી કારી (રહમતુલ્લાહિ અલયહ),
ઇમામ નવવી (રહમતુલ્લાહિ અલયહ),
કાઝી સનાઉલ્લાહ પાનીપતી (રહમતુલ્લાહિ અલયહ),
શાહ વલિયુલ્લાહ (રહમતુલ્લાહિ અલયહ) અને
શાહ મુહમ્મદ ઇસ્હાક દહેલ્વી (રહમતુલ્લાહિ અલયહ)
જેવા મહાન ઉલમાએ કિરામે પોતાની કિતાબોમાં ઉપર મુજબની ચોખવટ કરી છે.(“ફતાવા રશીદિય્યહ” ૧૩૦ / ૧૪૩)
Log in or Register to save this content for later.