[૧૧૦] જિનની મદદથી છૂપી વાતો બતાવવાની માન્યતા

Chapter : જિન્નાત જાદુ, આમિલ, ભુવા

(Page : 326-327)

સવાલ  : કેટલાક માણસોનો અકીદો એવો છે કે કોઈ માણસને મુઅક્કલ તાબે હોય, તો તેમના મુઅક્કલને છૂપી અને ગૈબની વાતો અને વસ્તુઓની જાણકારી હોય છે અને મુઅક્કલના મારફત તેમને પૂછીએ તો તે સાચી વાત બતાવી આપે છે.તો શું આ વાત સાચી છે અને શરીઅતથી સાબિત છે કે તે માણસ છૂપી અને અદ્રશ્ય વસ્તુઓ બતાવી શકે છે ?

જવાબ  : સવાલમાં લખવા મુજબ આ પ્રમાણે અકીદહ રાખવો કે જેની પાસે મુવક્કલ-જીન તાબે હોય તે મુવક્કલની મદદથી છૂપી વાતો અને વસ્તુઓ બતાવી આપે છે એ ગલત અને ખોટો અકીદહ છે અને કુર્આન મજીદ ત્થા હદીસ શરીફના ખિલાફ અકીદહ છે.

                અલ્લામહ ઇબ્ને આબિદીન શામી (રહ.)એ “સુનને અર્બઅહ”ના હવાલાથી હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન નકલ કયુઁ છે કે,

                જે માણસ કાહિન અથવા અરર્ાફ પાસે જાય અને તેની વાતને સત્ય માને તો તેણે હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પર ઉતરેલી વહીનો ઇન્કાર કરેલો કહેવાય અને કાહિન એવા માણસને કહેવામાં આવે છે જે ભવિષ્યમાં થનારી વાતો બતાવે અને છૂપી વાતો જાણવાનો દાવો કરે અને અરર્ાફ જયોતિષીને કહેવાય છે.

                અલ્લામહ ખત્તાબી (રહ.) અરર્ાફનો મતલબ આ પ્રમાણે લખે છે કે જે ચોરાયેલી અને ખોવાયેલી જેવી છૂપી વસ્તુઓનું સ્થળ બતાવે.

                અલ્લામહ શામી (રહ.) લખે છે કે,              ખુલાસો આ છે કે,જે માણસ કોઈ તારાના ઉદય અને અસ્તના માધ્યમથી અને જે માણસ લાકડી મારવાની વિદ્યાથી અને                જે માણસ જિનની મદદથી

                ભવિષ્ય વાણીનો દાવેદાર હોય તે બધા જ લોકો શરઈ દ્રિષ્ટએ નિંદાપાત્ર છે અને તેમના વિશે અને તેમને સાચા માનનાર વિશે કુફ્રનો હુકમ આપવામાં આવ્યો છે અને ફતાવા તતારખાનિયહથી નકલ કરે છે કે,

                જે માણસ એમ કહે છે કે હું ચોરાયેલી વસ્તુઓ જાણું છું અથવા હું મુવક્કલ જીનના બતાવવાથી (ચોરાયેલી ખોવાયેલી વસ્તુઓ) બતાવું છું તો તેના કુફ્રનો હુકમ લગાડવામાં આવશે.            (“શામી” : ૩ / ર૯૭)

                માટે મજકૂર તરીકાથી ચોરી વગેરે છુપી વાતોની તફતીશ તલાશ કરવી અને ઉપર પ્રમાણે અકીદહ રાખવો જાઈઝ નથી. હાં, કુર્આન અને હદીસના અમલિય્યાતથી શરીઅતની હદમાં રહીને તહકીક કરી શકાય છે પરંતુ તે ઉપરથી પણ કોઈના વિશે યકીન કે ગાલિબ ગુમાન તો ન જ કરી શકાય.      (“ઈમ્દાદુલ ફતાવા” : ૪ / ૮૮)

Log in or Register to save this content for later.