[૧૮૧] નફ્સ, કલ્બ અને રૂહમાં તફાવત

Chapter : ઇલ્મ

(Page : 466-467)

સવાલ : ઇન્સાનની અંદર રૂહ છે અને નફ્સ પણ છે. દુનિયાની વસ્તુઓની લાલચ કોણ કરે છે નફ્સ કે રૂહ ? અને એમાં દિલનો શું ભાગ છે ?

જવાબ : ઘણા આલિમો રૂહ અને નફ્સ બન્નેને એક જ વસ્તુ બતાવે છે જયારે અમુક આલિમો રૂહ અને નફ્સને અલગ અલગ વસ્તુ બતાવે છે, અમુક બૂઝૂગૌંનું કહેવું છે કે નફ્સ બુરાઈ અને ખરાબ કૃત્યો તરફ પ્રેરે છે અને રૂહ સારા કૃત્યો તરફ પ્રેરે છે અને દિલને શરીરના બધા અંગોનું બાદશાહ બતાવવામાં આવ્યું છે, જો દિલ મુઅ્મિન હોય તો રૂહની ભાવનાઓની ઇતાઅત કરે છે. અને દિલ કાફિર હોય તો નફ્સની ભાવનાઓની પૈરવી કરે છે.

અમુક મોટા આલિમોના કુર્આન-હદીસ પર આધારિત લખાણથી માલૂમ પડે છે કે દરેક નફ્સ બુરાઈ તરફ નથી પ્રેરતો, બલ્કે નફ્સના અમુક પ્રકાર એવા પણ છે કે જે પોતાના કૃત્યોનો મુહાસબો કરે અને પોતાના ખરાબ કૃત્યો ઉપર પોતાની ઝાતને મલામત કરે છે અને પોતે નદામત કરે છે.

જયારે નફ્સનો એક પ્રકાર એવો પણ છે કે જે ગુનાહના કૃત્યોથી  સદંતર નફરત કરે છે અને અળગો રહે છે.

[“શહર્ુસ્સુદૂર” : ૧૩૮, “મઆરિફુલ્ કુર્આન” : ૮ / ૬રર, ૬૬પ] Log in or Register to save this content for later.