Chapter : ઇલ્મ
(Page : 462-464)
સવાલ : કુર્આન શરીફમાં અિહસા શીર્ષક એક આયત
فلا تجعلوا بطونکم مقابر الحیوانات
અર્થ : તમે પોતાના પેટોને જાનવરોના કબ્રસ્તાન ન બનાવો.
આ આયત કેટલામી છે અને કઈ સૂરહની છે ?
તા.ક. “વિશ્વવાત્સલ્ય” નામનું માસિક છાપું વર્ષ : ૩૭ મું, અંક: ૧૩ મો, તા. ૧ લી જુલાઈ, ૧૯૮૩ નો અંક આપ સાહબને મેં પૂછેલા પ્રશ્નના અનુસંધાને જુદા બુક પોષ્ટથી મોકલી આપું છું.
આ અંકના છઠ્ઠા પાને બીજી કોલમમાં તેની વિગત અિહસા શીર્ષક નીચે છે. આખો લેખ માહિતગારીપૂર્ણ વિદ્ઘાન લેખકે લખ્યો છે. તેઓ હવે હયાત નથી. પ્રકાશક, તંત્રીને ખબર નથી જેથી આપને પૂછાવ્યું છે.
જવાબ : આપ સાહબે પોતાના પત્રમાં અરબી ભાષાનો જે ટુકડો કુર્આની આયત સમજી લખ્યો છે અને આપના રવાના કરેલ પેપર “વિશ્વવાત્સલ્ય”માં પણ તેને કુર્આની આયત બતાવવામાં આવી છે. તો મજકૂર વાકયને કુર્આની આયત સમજવી અને લખવી સદંતર ગલત છે. કુર્આન શરીફમાં આ પ્રમાણેની કોઈ આયત નથી અને ન બીજી કોઈ એવી આયત છે જેમાં હલાલ જાનવરોના માંસાહારને િહસા બતાવવામાં આવ્યું હોય અને માંસાહારની મનાઈ કરવામાં આવી હોય, બલ્કે એથી વિરુદ્ઘ એવી ઘણી આયતો છે કે જેમાં હલાલ જાનવરોના માંસાહારનો આદેશ સ્પષ્ટ શબ્દોમાં આપવામાં આવ્યો છે.
નમૂનારૂપે અમુક આયતો અર્થ સાથે લખું છું :
(૧) وَمِنَ الْأَنْعَامِ حَمُولَةً وَفَرْشًا كُلُوا مِمَّا رَزَقَكُمُ اللہ
અર્થ : અને પશુઓમાં ઊંચા કદવાળા અને નીચા કદવાળા પૈદા કર્યા, જે કંઈ અલ્લાહ તઆલાએ તમોને અર્પણ કયુઁ છે તેમાંથી ખાઓ અને શયતાનના પગલે પગલે ન ચાલો, બેશક તે તો તમારો ખુલ્લો દુશ્મન છે.
(ર) فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ
અર્થ : જે હલાલ જાનવર પર ઝબહ કરતી વેળાએ અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેમાંથી (વિના સંકોચે) ખાઓ, જો તમારું તેના હુકમો પર ઈમાન છે અને શું કારણ છે કે તમો તે હલાલ જાનવરમાંથી નથી ખાતા જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું છે.
આ સિવાય ઘણી આયતો છે જેમાં દુનિયાના સર્જનહાર અને પાલનહાર તરફથી હલાલ જાનવરોને ઇન્સાન જાતિના વિવિધ પ્રકારના ઉપયોગ જેમ કે : સવારી ,સામાનની હેરાફેરી, ખાવા-પીવા અને ખેતી માટે પૈદા કરવાને ઇન્સાન સામે ઉપકાર અને નેઅમત રૂપે રજૂ કરવામાં આવ્યો છે.
જુઓ, કુર્આન શરીફની નીચે મુજબની આયતો :
(૧) સૂરએ “નહલ” આયત નં : પ, પારહ : ૧૪
(ર) સૂરએ “હજજ” આયત નં : ર૮, પારહ : ૧૭
(૩) સૂરએ “મુઅમિનૂન” આયત નં : રર, પારહ : ૧૮
(૪) સૂરએ “ યાસીન” આયત નં : ૭ર, પારહ : ર૩
(પ) સૂરએ “મુઅમિન” આયત નં : ૭૯, પારહ : ર૪
મજકૂર લેખકનું હલાલ માંસાહારને ઇસ્લામ ધર્મની દ્રિષ્ટએ અિહસા વિરુદ્ઘ સાબિત કરવું સદંતર ગલત છે અને ઇસ્લામી સાહિત્યના અભ્યાસથી બિલકુલ જ વંચિત હોવાની નિશાની છે.
ઇસ્લામમાં જેમ હલાલ જાનવરનું દૂધ તેના શરીરનો એક ભાગ હોવા છતાં પીવામાં ઉપયોગ કરી શકાય છે અને થાય છે તેવી જ રીતે જાનવરોના પૈદા કરનાર સર્વ સૃિષ્ટના સર્જનહાર અને માલિક તરફથી તેના નામથી ઝબહ કરવામાં આવેલા હલાલ પશુઓનું માંસ ખાવાનો મુક્તિ આદેશ આપવામાં આવ્યો છે
Log in or Register to save this content for later.