[૧૭૭] ગૈર મુસ્લિમ બાળકોને દીની તાલીમ

Chapter : ઇલ્મ

(Page : 460-461)

સવાલ : વિરમગામ તાલુકાના ત્રણ ગામો  જેમાં ટ્રેન્ટ,નાના ઉભડા અને કોકતા મુકામે  હું મુદરર્િસ અલાઉદ્દીન,એસ.ટી. બસ દ્ઘારા કે સાયકલ દ્ઘારા ત્રણેય ગામોમાં જુદા-જુદા સમયે પહોંચી બેથી પાંચ ઘરની વસ્તી ધરાવતા મુસ્લિમોને દીની તાલીમ આપવા વિરમગામથી છેલ્લા બે વર્ષથી જાઉં છું.

                ઇસ્લામી તાલીમ અને અખ્લાકથી પ્રભાવિત થયેલા ગૈર મુસ્લિમો પણ પોતાના બાળકોને ઉર્દૂ, અરબીની તા”લીમ અપાવવા માંગે છે. (આ તા”લીમ લેવા માટેનો હેતુ ગમે તે હોય) માટે ઉર્દૂ,અરબી કે ઇસ્લામી તાલીમ તેઓને આપી શકાય કે નહિ ?

                ઇસ્લામી તાલીમ આપવાનો હિંદૂઓને ઇન્કાર કરતાં  તેમની લાગણી દુભાય છે. માટે કંઈક રસ્તો બતાવશોજી.

જવાબ : ગૈર મુસ્લિમ બાળકોને ઉર્દૂ, અરબીની તા”લીમ આપવી જાઈઝ છે. તવહીદ અને આખિરતની સાચી સમજ મળે અને શિર્ક-કુફ્રની ખરાબી સમજાય એ રીતે તા”લીમ આપવી ઘણી સારી વાત છે. [“શામી”  ભાગ : ૧] Log in or Register to save this content for later.