Chapter : ઇલ્મ
(Page : 457)
સવાલ :
طلب العلم فریضۃ علٰی کلِّ مسلم
આ આયતનો તરજુમો લખશો તેમજ આ આયત હદીસની છે કે કુર્આનની છે તે જણાવશો અને શું વિદ્યા શીખવી દરેક સ્ત્રી અને મર્દ ઉપર ફર્ઝ છે ? શું સ્ત્રીને કેળવણી આપવી ફરઝ છે?
જવાબ : તમે જે અરબી વાકય લખ્યું છે તે હદીસ શરીફને લગતું વાકય છે,
હદીસ શરીફ આ પ્રમાણે છે :
طلب العلم فریضۃ علٰی کلِّ مسلم
આ હદીસનો અર્થ છે : “દરેક મુસલમાન (મર્દ-ઓરત) ઉપર ઇલ્મેદીન શીખવું જરૂરી છે.”
માટે ફુકહાએ કિરામ લખે છે કે જે મર્દ અને ઓરતને જે જે ઈબાદતો અને આ”માલથી વાસ્તો પડે તેણે તેના વિશે દીની ઈલ્મ અને જાણકારી મેળવવી જરૂરી છે.[“શામી” ભાગ : ૧]
ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.