Chapter : હઝરાત સહાબએ કિરામ (રદિ.)
(Page : 186)
[૬૮] હઝરત અલી રદિયલ્લાહુ અન્હુમની અવલાદમાં મુહમ્મદ હનીફ
સવાલ : શું હઝરત અલી (રદિ.)ની અવલાદમાં કોઈ છોકરાનું નામ મુહમ્મદ હનીફ હતું ?
જવાબ : હઝરત અલી (રદિ.)ને કુલ ૧૪ છોકરાઓ હતા. પરંતુ તેઓમાંથી કોઈ પણ છોકરાનું નામ મુહમ્મદ હનીફ ન હતું. અલબત્ત આપની ર્થાલાદમાં મુહમ્મદ નામના ત્રણ પુત્રો હતા. જેમાંથી,
એકને મુહમ્મદ અસ્ગર,
બીજાને મુહમ્મદ અવ્સત, અને
ત્રીજાને મુહમ્મદ અક્બર કહેવામાં આવતા હતા.
મુહમ્મદ અકબર એ હઝરત અલી (રદિ.)ની બીવી ખવલહ બિન્તે જઅ્ફરના પેટથી પેદા થયા હતા અને આ મુહમ્મદના વાલિદહ ખવલહ બિન્તે જઅ્ફર એ “કબીલએ બનૂ હનીફહ”ના એક ખાતૂન હતાં માટે મજકૂર મુહમ્મદ (રહ.)ને તેઓની વાલિદહની કબાઈલી નિસબતની રિઆયત કરીને વાલિદહની નિસબતથી “મુહમ્મદ બિન હનફિય્યહ” પણ કહેવામાં આવે છે અને તેઓ વાલિદહની નિસબતથી જ વધુ મશહૂર અને પરિચિત છે. (“તારીખે તબરી” પ / ૧પ૪)
Log in or Register to save this content for later.