[૧પ] હદીસ અને ફતવાનું અપમાન

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 84 to 85)

[૧પ] હદીસ અને ફતવાનું અપમાન

સવાલ : અમારે ત્યાં મિસ્જદમાં લટકાવેલો એક એવો ફત્વો હતો જેમાં હિદાયહ શરીફની હદીસ અરબીમાં લખેલી હતી. એક માણસે એ ફતવાને ફાડીને તેના ટુકડે ટુકડા કરી મૂતરડી પાસે ફેંકી દીધો જયાં દરેક વખતે માણસો બુટ-ચપ્પલ પહેરી આવતા-જતા હોય છે તો આવી રીતે હદીસ શરીફની બેઅદબી અને અપમાન કરવાવાળા વિશે શરીઅતનો શું હુકમ છે ?

જવાબ : ફતવા અને હદીસ શરીફની બેઅદબી કરવી અને લખવા મુજબ તેનું ઘોર અપમાન કરી તેના ટુકડે ટુકડા કરી ઝમીન પર ફેંકવો અને તે પણ ગંદી જગ્યાએ ફેંકવો ઘણું જ ગુનાહનું કામ છે. આવા માણસે તવબહ અને ઈિસ્તગફાર કરવું અને કલિમહ પઢી ઈમાનની તજદીદ કરવી અને જો તે પરિણીત હોય તો પોતાની પત્ની સાથે ફરીવાર નિકાહ કરવા એ જરૂરી છે.[“શર્હે ફિકહે અકબર” : ર૬૧, “આલમગીરી : ર૭ર, ભાગ : ર] Log in or Register to save this content for later.