[૭] શિર્ક અને કુફ્રનો મતલબ

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 75 to 76)

[૭] શિર્ક અને કુફ્રનો મતલબ

સવાલ : એક વાઅઝમાં સાંભળેલ કે હઝરત ઇબ્રાહીમ (અલૈ.)એ હઝરત હાજરા (અલૈ.) અને હઝરત ઇસ્માઈલ (અલૈ.)ને જંગલમાં મૂકી આવ્યા બાદ જે દુઆ માંગેલ તે દુઆ અલ્લાહે કબૂલ કરેલ ત્યાર બાદ ઇબ્રાહીમ (અલૈ.)ની અવલાદમાં કોઈએ શિર્ક કરેલ નિહ પરંતુ કુફ્ર કરેલ હશે તો કુફ્રમાં કયા કયા ગુનાહનો સમાવેશ થાય છે.

જવાબ : અલ્લાહ તઆલાની ઝાત અથવા સિફાતમાંથી કોઈ સિફતમાં અથવા ઈબાદતમાં અલ્લાહ તઆલા સિવાય કોઈ બીજાને અલ્લાહ તઆલાના બરાબર અથવા ભાગીદાર માનવો એ શિર્ક કહેવાય છે. અને જે દીનની વાતોને દિલથી સંપૂર્ણવિશ્વાસ સાથે સત્ય માનવી જરૂરી છે તેમાંથી કોઈ વાતનો ઈન્કાર કરવો અને તેને ન માનવી એ કુફ્ર કહેવાય છે. [“નિબરાસ” : ૩૮૪ / ૩૯૩] Log in or Register to save this content for later.