[૧૧] મુસ્લિમ વિષે કુફ્રનો ફતવો

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 81 to 82)

[૧૧] મુસ્લિમ વિષે કુફ્રનો ફતવો

સવાલ :  ઝૈદે પોતાની ઓરતને કહ્યું તું ફલાણાને ત્યાં જઇશ તો તને ત્રણ તલાક, ત્યાર બાદ લગભગ મહિના પછી ઝૈદ પોતાના છોકરાઓને જન્‍નત-જહન્‍નમની વાત કહી રહ્યો હતો કે જહન્‍નમમાં આવા અઝાબ છે. તો ઝૈદની ઓરત તરત વચમાં બોલી આ બધું કહેવાનું છે. બોલવાનો અંદાજ આ પ્રમાણેહતો કે તેણીને આખિરતની ઝિંદગી પર યકીન જ ન હોય. ત્યારે ઝૈદે તરત જ મિસ્જદના ઈમામ સાહબ પાસે જઈ તેણીને ફરીથી કલિમહ પળ્હાવેલ અને ત્યાર બાદ તજદીદે નિકાહ કરેલ છે. ત્યાર બાદ ઝૈદની ઓરત તે ઘરમાં ગઈ જયાં જવા માટે ઝૈદે મના કયુઁ હતું. તો ઝૈદની ઓરત નિકાહમાંથી નીકળી ગઈ? અગર નીકળી ગઈ તો હલાલહ પછી કેટલા દિવસ પછી ઝૈદ તેણી સાથે ફરી નિકાહ કરી શકે ?

જવાબ : કોઈ વ્યિકતના અયોગ્ય શબ્દો ઉપર કુફ્રનો હુકમ લગાડવામાં ઘણાં એહતિયાતની જરૂરત છે. ફુકહાએ કિરામ લખે છે કે કોઈ મુસલમાનની વાતમાં ૯૯ એહતિમાલ (સંભવ) કુફ્રના હોય અને એક એહતિમાલ ગેર કુફ્રનો હોય તો તેના કાફિર હોવાનો હુકમ નહિ લગાડવામાં આવે (“શામી” : ર૮૯/ ૩) ઝૈદની જન્‍નત-જહન્‍નમની વાતો ઉપર તેની ઓરતનું આ શબ્દો કહેવું કે, “આ બધું કહેવાનું છે” આ વાકયનો મતલબ ઝૈદની હાલત બતાવવાનો પણ થઈ શકે છે કે તમો ઝુબાનથી આ બધુ કહો છો પરંતુ તમારા દિલમાં જન્‍નતની જેવી રગબત અને જહન્‍નમનો જેવો ડર હોવો જોઈએ તે તમારી હરકતોથી માલૂમ પડતો નથી. માટે ઝૈદની  ઓરતને માત્ર આટલા શબ્દોથી કાફિર નહિ કહેવામાં આવે. જો કે તજદીદે ઈમાન અને નિકાહ એ એહતિયાતની વાત છે. અને ઘરમાં દાખલ થવા ઉપર તલાક પડવાનો હુકમ માનવો એ પણ એહતિયાતની વાત છે. માટે પૂછેલ સૂરતમાં ઝૈદની ઓરતને ત્રણ તલાકો પડેલી ગણાશે કારણ કે ઈમાનથી નિકળી જવું યકીની નથી, અને ત્રણ તલાકો પડવાથી હલાલો જરૂરી છે કે તે ઓરત ઈદ્દત પૂરી કરી બીજા મર્દથી નિકાહ કરે, તેનાથી હમબિસ્તરી થાય, તે બીજો પતિ સ્વેચ્છાએ તલાક આપી દે,પછી ઓરત ઈદ્દત ગુજારે ત્યાર પછી ઝૈદ તે ઓરતથી નિકાહ કરી શકે છે.

Log in or Register to save this content for later.