Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : ')
એક જાણકારી
”મકકહ મુકર્રમહ” તથા ”મદીનહ મુનવ્વરહ”માં દરેક નમાઝની ઈકામત પછી ઈમામ સાહબ અરબીમાં કઈંક એલાન કરતા હોય છે, અરબીથી નાવાકિફ હોવાના કારણે ઘણા લોકોને એ વિશે સવાલ કરતા જોવામાં તથા સાંભળવામાં આવ્યા કે આ શું એ’લાન થાય છે ? તો આપ હાજી સાહેબોને જણાવવાનું કે એ કોઈ નવીન વસ્તુ નથી, આપણા ત્યાં જેમ કહેવામાં આવે છે કે ”સફો સીધી કરો નમાઝ સહીહ થશે” તેમજ કહેવામાં આવે છે કે ”વચ્ચેની ખાલી જગા પૂર કરો” અને ”ખભેથી ખભો મિલાવો” વગેરે વગેરે એવીજ રીતે હરમૈન શરીફયનમાં પણ આ પ્રમાણેનું જ એ’લાન કરવામાં આવે છે. જેમકે :
સફો સીધી કરીને ઉભા થઈ જાવ
|
ઈસ્તવૂ
|
ا استووا
|
સફો સીધી કરીને ઠીક ઉભા થઈ જાવ
|
ઈઅ્તદિલૂ
|
عتدلوا
|
ખાલી જગાઓને સારીરીતે પૂર કરો
|
સુદદુલ ખલલ
|
سدوا الخلل
|
سوو ا صفوفکم فان تسویریۃ الصفوف من تمامالصلؤۃ
સવ્વૂ સુફૂફકુમ ફઈન્ન તસ્વિયતલ સ્સુફૂફિ મિન તમામિ સ્સલાતિ
સફો સીધી કરીને ઉભા થયા કરો, કારણ કે સફોનું સીધુ કરવું નમાઝના મુકમ્મલ થવા માટે જરૂરી છે.
حاذوا بین المناکب والاقدام.
હાઝૂ બયનલ મનાકિબિ વલ અકદામિ
ખભાઓ અને પગોને બરાબર કરો.
બંને હરમ શરીફોમાં લગભગ દરકે નમાઝ પછી જનાઝા લાવવામાં આવે છે અને જનાઝાની નમાઝ થતી રહે છે અને તમોએ ઝિંદગીમાં એક સાથે જનાઝાની નમાઝો નહિ પઢી હોય એટલી પઢવાનો મોકો આવશે, માટે જનાઝની નમાઝની રીત પણ જાણી અને યાદ કરી લેવી જોઈએ.
ફર્ઝ નમાઝ પછી નીચે લખેલ એલાનોમાંથી કોઈ એક એ’લાન કરવામાં આવે છે.
الصلاۃ علی المیت یرحمکم اللہ
الصلاۃ علی المیتۃ یرحمکم اللہ
الصلاۃ علیاالاموات یرحمکم اللہ
અસ્સલાતુ અલલ્ મય્યિતિ યર્હમુકુમુ લ્લાહુ
એક મર્દના જનાઝા માટે
અસ્સલાતુ અલલ મય્યિતતિ યરહમુકુમુ લ્લાહુ
એક ઓરતના જનાઝા માટે
અસ્સલાતુ અલલ અમ્વાતિ યરહમુકુમુ લ્લાહુ
બેથી વધુ મોટા જનાા માટે
الصلاۃ علی الرجل یرحمکم اللہ
الصلاۃ علی المراۃ یرحمکم اللہ
અસ્સલાતુ અલ ર્રજુલિ યર્હમુકુમુ લ્લાહુ
એક મર્દના જનાઝા માટે
અસ્સલાતુ અલલ મર્અતિ યર્હમુકુમુ લ્લાહુ
એક ઓરતના જનાઝા માટે
الصلاۃ علی الرجلین یرحمکم اللہ
الصلاۃ علی المراتین یرحمکم اللہ
અસ્સલાતુ અલ ર્રજુલયનિ યર્હમુકુમુ લ્લાહુ
બે મર્દના જનાઝા માટે
અસ્સલાતુ અલલ મરઅતયન યર્હમુકુમુ લ્લાહુ
બે ઓરતના જનાજા માટે
الصلاۃ علی الرجل و المراۃ یرحمکم اللہ
الصلاۃ علی الرجلین و المراتین یرحمکم اللہ
અસ્સલાતુ અલ ર્રજુલિ વલ મર્અતિ યર્હમુકુમુ લ્લાહુ
અસ્સલાતુ અલ ર્રજુલયનિ વલ મરઅતયનિ યરહમુકુમુ લ્લાહ
ઉપરોકત સૂરતોમાંથી કોઈ પણ એ’લાન થાય, દરેક સૂરતમાં ત્રીજી તકબીર પછી આપે ”અલ્લા હુમ્મગ્ફિર લિહય્યેના વ મય્યેતિના……”વાળી દુઆ પઢવાની છે.
અને જો ઉપરોકત સૂરતોમાંથી કોઈ પણ સૂરતમા یرحمکم اللہ થી પહેલા و الطفل નો શબ્દ વધારવામાં આવે, જેમકે એમ કહેવામાં આવે કે :
الصلاۃ علی المیت و الطفل یرحمکم اللہ
(અસ્સલાતુ અલલ મય્યિતિ વ ત્તિફલિ યહમુકુમુલ્લાહુ)
તો એનો અર્થ એ છે કે મોટી મય્યિતના સાથે સાથે નાના છોકરાની મય્યિત પણ છે, એટલે તમારે ત્રીજી તકબીર પછી ”અલ્લા હુમ્મગ્ફિર લિહય્યેના વ મય્યેતિના………….”વાળી દુઆ પછી ”અલ્લાહુમ્મજ અલ્હુ લના ફરતંવ……….” વાળી દુઆ પણ પઢવાની છે. અને જો ઉપરોકત સૂરતોમાંથી કોઈ પણ સૂરતમાં :
یرحمکم اللہ થી પહેલા الطِّفْلَۃِ નો શબ્દ વધારવામાં આવે, જેમકે એમ કહેવામાં આવે કે :
اَلصَّلاۃُ عَلَی المیت و الطِّفْلَۃِ یَرْحَمُکُمُ اللّٰہُ
(અસ્સલાતુ અલલ મય્યિતિ વ ત્તિફલતિ યહમુકુમુલ્લાહુ)
તો એનો અર્થ એ છે કે મોટી મય્યિતના સાથે સાથે નાની છોકરીની મય્યિત પણ છે, એટલે તમારે ત્રીજી તકબીર પછી ”અલ્લા હુમ્મગ્ફિર લિહય્યેના વ મય્યેતિના………….”વાળી દુઆ પછી ”અલ્લાહુમ્મજ અલ્હાલના ફરતંવ……….” વાળી દુઆ પણ પઢવાની છે.
અને જો નીચે પ્રમાણેનું એ’લાન કરવામાં આવે, જેમકે :
اَلصَّلاۃُ عَلَی الطِّفْلِ یَرْحَمُکُمُ اللّٰہُ
اَلصَّلاۃُ عَلَی الطِّفْلَیْنِ یَرْحَمُکُمُ اللّٰہُ
اَلصَّلاۃُ عَلَی الْاطْفَالِ یَرْحَمُکُمُ اللّٰہ
અસ્સલાતુ અલત્તિફલિ યરહમુકુમુ લ્લાહુ
એક છોકરાના જનાઝા માટે
અસ્સલાતુ અલત્તિફ્લયનિ યરહમુકુમુ લ્લાહુ
બે છોકરાના જનાઝા માટે
અસ્સલાતુ અલલ અતફાલિ યરહમુકુમુ લ્લાહુ
બેથી વધુ છોકરાઓના જનાઝા માટે
ઉપરોકત સૂરતોમાંથી કોઈ પણ એ’લાન થાય, દરેક સૂરતમાં ત્રીજી તકબીર પછી આપે ”અલ્લાહુમ્મજ અલ્હુ લના ફરતંવ……….” વાળી દુઆ પઢવાની છે.(એટલે કે નાબાલિગ છોકરાવાળી દુઆ પઢવાની છે.)
અને જો નીચે પ્રમાણેનું એ’લાન કરવામાં આવે, જેમકે :
اَلصَّلاۃُ عَلَی الطِّفْلَۃِ یَرْحَمُکُمُ اللّٰہُ
اَلصَّلاۃُ عَلَی الطِّفْلَتَیْنِ یَرْحَمُکُمُ اللّٰہُ
અસ્સલાતુ અલલત્તિફલતિ યરહમુકુમુ લ્લાહુ
એક છોકરીના જનાઝ માટે
અસ્સલાતુ અલલત્તિફ્લતયનિ યરહમુકુમુ લ્લાહુ
બે છોકરીના જનાઝા માટે
ઉપરોકત બંને સૂરતોમાંથી કોઈ પણ એ’લાન થાય, તો બંને સૂરતોમાં ત્રીજી તકબીર પછી આપે ”અલ્લાહુમ્મજ અલ્હા લના ફરતંવ……….” વાળી દુઆ પઢવાની છે. (એટલે કે નાબાલિગ છોકરીવાળી દુઆ પઢવાની છે.)
الصَّلاۃُ عَلَی الطِّفْلِ و الطِّفْلَۃ یَرْحَمُکُمُ اللّٰہُ
અસ્સલાતુ અલ ત્તિફલિ વત્તિફલતિ યરહમુકુમુ લ્લાહુ
اَلصَّلاۃُ عَلَی الطِّفْلَیْنِ وَ الطِّفْلَتَیْنِِ یَرْحَمُکُمُ اللّٰہُ
અસ્સલાતુ અલ ત્તિફલયનિ વલ ત્તિફલતયનિ યરહમુકુમુ લ્લાહ
ઉપરોકત બંને સૂરતોમાંથી કોઈ પણ એ’લાન થાય, તો આપે નાબાલિગ છોકરા અને નાબાલિગ છોકરી બંનેની દુઆઓ પઢવાની છે.
Log in or Register to save this content for later.