હાજીઓનું સ્વાગત

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 257-258)

હાજીઓનું સ્વાગત

                જયારે હાજી લોકો હજ્જથી ફારિગ થઈ પાછા આવે, તો તેઓની મુલાકાત કરો અને સલામ તથા મુસાફહો કરો અને તેઓ પોતાના ઘરે પહોંચે એ પહેલાં, તેઓની પાસે પોતાના માટે દુઆ કરાવો, કારણ કે હાજીની દુઆ કબૂલ થાય છે. આપણા પૂર્વજોની આ જ રીત હતી.

عَنْ ابنِ عُمَرَ ؓ اِذَا لَقِیْتَ الْحَاجَّ فَسَلِّمْ عَلَیْہِ وَ صَافِحْہُ وَ مُرْہٗ اَنْ یَسْتَغْفِرَ لَکَ قَبْلَ اَنْ یَّدْخُلَ بَیْتَہٗ فَاِنَّہٗ مَغْفُوْرٌ لَہٗ (رواہ احمد و مشکوۃ

હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર (રદિ.)થી રિવાયત છે, કે જયારે હાજીની મુલાકાત કરો તો, સલામ અને મુસાફહો કરો. અને હાજી પોતાના ઘરમાં દાખલ થાય એ પહેલાં એમનાથી દુઆની દરખ્વાસ્ત કરો, કારણ કે  તેના ગુનાહ મા’ફ કરી દેવામાં આવ્યા  છે.

                ઉપરોકત રિવાયતથી હાજીઓને આવકાર તથા એમનાથી દુઆ કરાવવું સાબિત છે. અને તેના જાઈઝ હોવામાં કોઈ જ શક નથી, પણ એટલું યાદ રાખવું, કે આમાં હદથી વધીને એહતિમામ ના કરવામાં આવે, અને બીજી ખરાબીઓ પૈદા ના થવા પામે એનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે.

Log in or Register to save this content for later.