”મકકહ મુકર્રમહ” અફઝલ છે કે ”મદીનહ મુનવ્વરહ” ?

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 254)

મકકહ મુકર્રમહઅફઝલ છે કે મદીનહ મુનવ્વરહ” ?

                એ વાત તો નકકી જ છે કે દુન્યાના બધાજ શહેરોમાં ”મકકહ મુકર્રમહ” અને ”મદીનહ મુનવ્વરહ” અફઝલ છે. પણ એ બંનેમાંથી કયું શહેર અફઝલ છે તેમાં ઈખ્તિલાફ છે. પણ આપને એક મશ્‍વેરો આપું કે ”મકકહ મુકર્રમહ” અને ”મદીનહ મુનવ્વરહ”ની સરખામણી ન કરો, આ વિષયમાં કિતાબોમાં જે ઈલ્મી ચર્ચાઓ કરવામાં આવી છે તેને બાજુએ મુકીને આપણા જેવા લોકોએ પોતાની ઝુબાનની અત્યંત સંભાળ રાખવી જોઈએ. જેથી કયાંક કોઈ બેઅદબીની વાત ન નીકળી જાય. એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે ”મદીનહ મુનવ્વરહ” જો જમાલનું કેન્દ્ર છે તો ”મકકહ મુકર્રમહ” જલાલનું મથક છે. ”મદીનહ મુનવ્વરહ”ની દરો દીવાલથી જો મેહબૂબિયત ટપકે છે તો ”મકકહ મુકર્રમહ”ની દરો દીવાલ”થી આશિકી પ્રગટ થાય છે.

                ”ડાબી આંખ સારી કે જમણી ?” ”હાથ સારો કે પગ ?” જેવો આ પ્રશ્ન છે. કેટલાક પ્રશ્ન અનુત્તર જ હોય છે. ઉલમાએ કિરામની આ બાબતની ચર્ચાઓ એમની કક્ષાએ જ શોભે.

Log in or Register to save this content for later.