Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 199 to 202)
ઝિયારતે મદીનહ મુનવ્વરહ
શાને નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
જગતને રોશની એવી મળી હઝરતના સીનાથી,
બધે પ્રસરી ગયો અજવાસ ઝળહળતો મદીનાથી.
હતો ઈન્સાનિયતનો કાફલો ડૂબવાની અણીઓ પર,
મળ્યું ત્યાં નવજીવન તેને દીને–હકના સફીનાથી.
મળી છે આપના સદકામાં ખુશ્બૂ મુશ્ક–અત્તરને,
મળી છે મ્હેંક ફૂલોનેય હઝરતના પસીનાથી.
હતો માણસ, પરંતુ માણસાઈથી જ બે પરવા,
મળ્યાં મોતી સમાં ઈન્સાન દુનિયાને મદીનાથી.
હજો વરસાદ અનહદ રહમતોનો એ વિભૂતિ પર,
બતાવ્યું, શી રીતે શું શું મળે રબના ખઝીનાથી.
(–ઝકરિય્યા એ. પટેલ (લુણાવાડા)
હશ્રમાં પણ સર્વ માટે દોડધામ !
ઉચ્ચ સૌ મખ્લૂકથી જેનો મકામ, સેંકડો હૈયે ગુંજે છે એ જ નામ.
સ્પષ્ટ, સીધો, સાફ હઝરતનો પયામ એક અલ્લાહના બની જાઓ ગુલામ.
આ ધરા, આ આસ્માન, આ કાયનાત, આપના સદકામાં ઉન્નત છે તમામ.
કેટલા મકકમ હશે પ્યારા નબી, મૂળથી બદલી દીધો જગનો નિઝામ.
ટમટમે છે જેમ નભમાં તારલા, એમ દીપે જગમાં અસ્હાબે કિરામ.
કેટલા પુલકિત ચમનમાં ફૂલ છે, એમની ખુશ્બૂને મળ્યો છે દવામ.
દીન ખાતર જિંદગીની હર ઘડી, કષ્ટ, મિહનત, વ્યસ્તતાઓ, નિત્ય કામ.
ગર્વ છે ઈન્સાનિયતને આપ પર, એક માણસ સર્વ સૃષ્ટિના ઈમામ.
કેટલી છે નામના આ નામની, સર્વ ગુણ સંપન્ન છે ખયરુલ અનામ.
કોઈ પડકારી શકયું ના આજ તક, આપને કેવું મળ્યું રબનું કલામ !
આપના ઉપકારની કોઈ હદ હશે, ? હશ્રમાં પણ સર્વ માટે દોડધામ !
છે ખુદાની નેઅ્મતો તો અનગિનત, જાતે અકદસ સૌથી મોંઘેરું ઈનામ.
લોહચુંબકની ય મર્યાદા હશે, રહમતે આલમથી આકર્ષિત તમામ !
ઉચ્ચતમ દરજો જુઓ સનમાનનો, આપ પર પયગમ્બરીનો ઈખ્તિમામ.
છે જગત ૠણી સદા એ હસ્તીનું, વિશ્વના રહબરને લાખેણા સલામ !
–ઝકરિય્યહ એ. પટેલ (લુણાવાડા)
بِسْمِ اللّٰہِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
સરાપા ચમન હે બહારે મદીનહ દવામ આશ્ના હે બહારે મદીનહ મદીને કે ફૂલોં કો કયા પૂછતે હો રગે ગૂલ હે હર નોકે ખારે મદીનહ દિલોં પર હે જિસ્કી હુકૂમત કા સિકકા ઝહે શોકતે તાજદારે મદીનહ કિસી ચીઝ કી ઉસ્કો હસરત નહીં હે મયસ્સર હો જિસ્કો ગુબારે મદીનહ યે મસ્જિદ,યે મિમ્બર,યે રવઝહ,યે ગુંબદ હે ફિરદૌસ હર યાદગારે મદીનહ વહાં કી ઝમીં અર્શ સે ભી હે અઅ્લા જહાં દફન હેં તાજદારે મદીનહ તહજજુદ,તિલાવત,તદર્રુઅ્, દુઆએં ખૂશા સઅયે શબ ઝિન્દાદારે મદીનહ હુનૈનો તબૂક ઓર બદરો ઉહદમેં સફ આરા હૂએ શેહસવારે મદીનહ કિબારે મદીનહ તો યૂં ભી બળે હેં બળોં સે બળે હેં સિગારે મદીનહ તમન્ના હે ઉમરે રવાં અપની ગુઝરે બહમરાહે લયલો નહારે મદીનહ ”ફલાહી” ચલો ચલ કે રવઝહ પે કેહના સલામ આપ પર તાજદારે મદીનહ
|
(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
નોટ : ”ફલાહી”ની જગાએ પોતાનું નામ બોલવું.
Log in or Register to save this content for later.