સગાવહાલા અને દોસ્તોથી અલગ થતી વખતે

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 37 to 38)

સગાવહાલા અને દોસ્તોથી અલગ થતી વખતે

                હાજી જયારે સગાવહાલાઓ વગેરેથી અલગ થઈ હજ્જ માટે રવાના થાય તો સગાવહાલા વગેરેએ આ દુઆ આપવી જોઈએ.

اَسْتَوْدِعُ اللّٰہَ دِیْنَکَ وَ اَمَانَتَکَ وَ اٰخِرَ عَمَلِکَ وَ زَوَّدَکَ اللّٰہُ التَّقْوٰی وَ یَسَّرَ لَکَ الْخَیْرَ حَیْثُ کُنْتَ۔

                (અસ્તવદિઉ લ્લાહ દીનક વઅમાનતક વ આખિર અમલિક વ ઝવ્વદક લ્લાહુ ત્તક્‌વા વ યસ્સર લકલ ખયર હયસુ કુન્ત.)

                ” તમારા દીન અને તમારી દીન દુન્યાની અમાનત અને તમારા કામોનું પરિણામ અલ્લાહ તઆલાને સુપુર્દ કરું છું, અલ્લાહ તમોને તકવાની દોલતથી નવાઝે અને તમારા માટે નેકીઓ આસાન ફરમાવે, જયાં પણ તમો રહો.”

                જયારે સવારી પર સવાર થાઓ તો પહેલાં જમણો પગ મુકો, જમણી બાજુ બેસો અને સવાર થયા પછી આ દુઆ પઢોઃ

   سُبْحَانَ الذِّی سَخَّرَ لَنَا ھَذَا وَ مَا کُنَّا لَہُ مُقْرِنِیْنَ وَ اِنَّا اِلٰی رَبِّنَا لَمُنْقَلِبُوْنَ

                ”સુબ્‌હાન લ્લઝી સખ્ખર લના હાઝા વમા કુન્‍ના લહૂ મુકરિનીન, વ ઈન્‍ના ઈલા રબ્બિના લમુન્કલિબૂન”

                (તે ઝાત પાક છે, જેણે આ સવારીને અમારા કન્ટ્રોલમાં કરી આપી અને અમારા અંદર એને કંન્ટ્રોલ કરવાની તાકત ના હતી અને અમો અમારા પરવરદિગાર તરફ પાછા જવાના છે.)

        હવે સાવચેતી પૂર્વક સફર કરો, ચોર લોકોથી ચોકન્‍ના રહો. રૂપિયા–પૈસા હિફાઝતથી રાખો, બધી રકમ એક જ જગાએ ના મુકો, પોતાની ઓરત સાથે હોય તો થોડીક રકમ તેની પાસે પણ રાખો.

        સફરમાં પોતાની કોઈ વસ્તુ બીજાને ના ખવડાવો, એવી જ રીતે બીજાની વસ્તુ તમો ના ખાઓ, એનાથી ઘણી વખતે પરેશાનીઓ ઉભી થાય છે. પોતાના સામાનની જવાબદારી બીજાને ન સોંપો.

        કાફલહમાં જે માણસ દીનદાર, હોશિયાર, સમજદાર અને અનુભવ વાળો હોય તેને અમીર બનાવો અને પછી બધા જ તેની તાબે’દારી કરો.

        બીજા હાજીઓ, ખાસ કરીને ઘરડાઓ અને કમઝોરોની ખિદમતનો શર્ફ હાસિલ કરો અને તેઓની ખિદમત એમ સમજીને કરો કે તેઓ અલ્લાહ અને અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મહેમાન છે અને હું અલ્લાહ અને તેના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો અદના ગુલામ છું, એના કારણે મારા ઉપર એમની ખિદમત કરવી જરૂરી છે.

અમુક બુઝુર્ગોનું કથન છે કે :

                ”તાઅત અને ઈબાદતથી તો જન્‍નત મળે છે, અને બંદાઓની સેવા કરવાથી ખુદ મવલા (અલ્લાહ તઆલા) મળે છે.”

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ પણ છે કે :

سَیِّدُ الْقَوْمِ فی السَّفَرِ خَادِمُھُمْ (مشکوۃ شریف،باب آداب السفر(

એટલે કે સફરમાં કૌમનો સરદાર કૌમની ખિદમત કરવાવાળો હોય છે.

Log in or Register to save this content for later.