Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 82 to 88)
તવાફમાં પઢવાની લાંબી દુઆઓ
પહેલા ચકકરની દુઆ :
سُبْحَانَ اللّٰہِ وَ الْحَمْدُ للّٰہِ وَ لآَ اِلٰہَ اِلاَّ اللّٰہُ وَ اللّٰہُ اَکْبَرْ وَ لاَ حَوْلَ وَ لاَ قُوَّۃَ اِلاَّ بِاللّٰہِ الْعَلِیِّ الْعَظِیْمِ وَ الصَّلٰوۃُ وَ السَّلاَمُ عَلٰی رَسُوْلِ اللّٰہِ ﷺ ۔
اللّٰہُمَّ اِیْمَاناً بِکَ وَ تَصْدِیْقًا بِکِتَابِکَ وَ وَفَائً بِعَھْدِکَ وَ اِتِّبَاعًا لِسُنَّۃِ نَبِیِّکَ وَ حَبِیْبِکَ مُحَمَّدٍ ﷺ۔
ٰہُمَّ اِنِّیْ اَسْئَلُکَ الْعَفْوَ وَ الْعَافِیَۃَ وَ الْمُعَافَاۃَ الدَّآئِمَۃَ فِی الدِّیْنِ وَ الدُّنْیَا وَ الآخِرَۃِ وَ الْفَوْزَ بِالْجَنَّۃِ وَ النَّجَاۃَ مِنَ النَّارِ۔
”અલ્લાહ તઆલા બધી એબો થી પાક છે અને બધા વખાણ તેના જ માટે છે અને તેમના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી. તેઓ જ સૌથી મોટા છે, અને તેઓ જ ગુનાહોથી બચાવી શકે છે. અને તેઓ જ આપણને ઈબાદત અને ફરમાબરદારીની તૌફિક આપે છે, અને રહમત નાઝિલ થાય અલ્લાહના રસૂલ મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર.”
”અય અલ્લાહ તઆલા ! આપ પર ઈમાન લાવવાની હાલતમાં અને આપના હુકમોનો ઈકરાર કરવાની હાલતમાં અને આપના નબી અને હબીબ મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ફરમાબરદારીમાં (કઅ્બતુલ્લાહનો) આ તવાફ કરું છું.”
”અય અલ્લાહ હું આપની માફી અને સલામતીને ચાહું છું, અને દીન દુન્યા તથા આખિરતની હંમેશની માફી ચાહું છું. અને જન્નતનો તલબગાર છું અને દોઝખથી છુટકારો માંગું છું.”
બીજા ચકકરની દુઆ :
اَللّٰھُمَّ اِنَّ ھٰذَا الْبَیْتَ بَیْتُکَ وَ الْحَرَمَ حَرَمُکَ وَ الْاَمْنَ اَمْنُکَ وَ الْعَبْدَ عَبْدُکَ وَ اَنَا عَبْدُکَ وَ ابْنُ عَبْدِکَ وَ ھٰذَا مَقَامُ الْعَائِذِ بِکَ مِنَ النَّار، فَحَرِّمْ لُحُوْمَنَا وَ بَشَرَتَنَا عَلَی النَّارِ، اَللّٰھُمَّ حَبِّبْ اِلَیْنَا الْاِیْمَانَ وَ زَیِّنْہُ فِیْ قُلُوْبِنَا وَ کَرِّہْ اِلَیْنَا الْکُفْرَ وَ الْفُسُوْقَ وَ الْعِصْیَانَ وَ اجْعَلْنَا مِنَ الرّٰشِدِیْنَ، اَللّٰھُمَّ قِنِیْ عَذَابَکَ یَوْمَ تَبْعَثُ عِبَادَکَ، اَللّٰھُمَّ ارْزُقْنِی الْجَنَّۃَ بِغَیْرِ حِسَابٍ۔
”અય અલ્લાહ ! બેશક આ આપનું ઘર છે અને આ હરમ આપનું હરમ છે અને અહીંયાની શાંતિ અને અમન આપનું જ નકકી કરેલ છે અને દરેક બંદો/ બંદી આપનો જ બંદો/ બંદી છે અને હું પણ આપનો જ બંદો/ બંદી છું, અને આપના બંદાનો છોકરો/છોકરી છું અને આ જગા આપની રહમતના ઝરિયાથી દોઝખ થી છુટકારા માટે છે, બસ અમારા ગોશ્ત પોશ્ત ઉપર દોઝખની આગ હરામ ફરમાવી દો. અય અલ્લાહ ! અમોને ઈમાનની મુહબ્બત અતા ફરમાવો અને અમારા દિલોને ઈમાનના નૂર થી જગમગાવી આપો, અને કુફ્ર તેમજ ગુનાહોની વાતો થી અમોને નફરત કરવાવાળા બનાવી આપો, અને અમોને હિદાયત પામેલા લોકોમાં શામિલ ફરમાવો, અય મવલા ! કયામતના દિવસે મને પોતાના અઝાબ થી બચાવજો, જે દિવસે તમો પોતાના બંદાઓને બીજી વખતે જીવતા કરશો, અય મવલા ! મને હિસાબ – કિતાબ વગર જન્નતમાં દાખલો નસીબ ફરમાવજો.
ત્રીજા ચકકરની દુઆ :
اَللّٰھُمَّ اِنِّیٓ اَعُوْذُ بِکَ مِنَ الشَّکِّ وَ الشِّرْکِ وَ الشِّقَاقِ وَ النِّفَاقِ وَ سُوْئِ الْاَخْلَاقِ وَ سُوْئِ الْمَنْظَرِ وَ الْمُنْقَلَبِ فِی الْمَالِ وَ الْاَھْلِ وَ الْوَلَدِ، اَللّٰھُمَّ اِنِّیٓ اَسْئَلُکَ رِضَاکَ وَ الْجَنَّۃَ وَ اَعُوْذُ بِکَ مِنْ سَخَطِکَ وَ النَّارِ، اَللّٰھُمَّ اِنِّیٓ اَعُوْذُ بِکَ مِنْ فِتْنَۃِ الْقَبْرِ وَ اَعُوْذُ بِکَ مِنْ فِتْنَۃِ الْمَحْیَا وَ الْمَمَاتِ۔
”અય અલ્લાહ ! હું (અકાઇદમાં) શંકા અને શિર્કથી પનાહ માંગું છું અને તમારા હુકમોની નાફરમાની અને ખરાબ આદતોથી અને ખરાબ વસ્તુઓ જોવાથી અને બાલ – બચ્ચાઓના હલાક થવાથી આપની પનાહ માંગું છું, અય અલ્લાહ ! હું આપની રઝામંદી અને આપની જન્નત માંગું છું. મારા મઅબૂદ ! હું કબ્રના અઝાબ અને ઝિંદગી તેમજ મૌતના ફિત્નાઓથી આપની પનાહ ચાહું છું.”
ચોથા ચકકરની દુઆ :
اَللّٰھُمَّ اجْعَلْہُ حَجًّا مَّبْرُوْرًا وَ سَعْیًا مَّشْکُوْرًا وَّ عَمَلًا صَالِحًا مَّقْبُوْلًا وَّ تِجَارَۃً لَّنْ تَبُوْرَ، یَا عَالِمَ مَا فِی الصُّدُوْرِ۔ اَخْرِجْنِیْ یَآاَللّٰہُ مِنَ الظُّلُمٰاتِ اِلَی النُّوْرِ، اَللّٰھُمَّ اِنِّیٓ اَسْئَلُکَ مُوْجِبَاتِ رَحْمَتِکَ وَ عَزَآئِمِ مَغْفِرَتِکَ وَ السَّلَامَۃَ مِنْ کُلِّ اِثْمٍ وَّ الْغَنِیْمَۃَ مِنْ کُلِّ بِرٍّ وَّ الْفَوْزَ بِالْجَنَّۃِ وَ النَّجَاۃَ مِنَ النَّارِ۔
رَبِّ قَنِّعْنِیْ بِمَا رَزَقْتَنِیْ وَ بَارِکْ لِیْ فِیْمَآ اَعْطَیْتَنِیْ وَ اخْلُفْ عَلٰی کُلِّ غَآئِبَۃٍ لِّیْ مِنْکَ بِخَیْرٍ۔
”અય અલ્લાહ ! મારી આ હજ્જને મકબૂલ ફરમાવો અને મારી કોશિશોને સાર્થક બનાવો અને આ હજ્જને મારા ગુનાહોની માફીનો વાસ્તો બનાવો અને મારા દરેક સારા કામને કબૂલ ફરમાવો અને એવો વેપાર નસીબ ફરમાવો કે જેમાં કોઈ નુકસાન જ ના હોય, અય છૂપી વાતોને જાણનારા !
અય અલ્લાહ ! મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ આવો. અય અલ્લાહ ! મને પોતાની રહમત મળવાનો રસ્તો બતાવો, અને માફીના રસ્તાઓ તેમજ દરેક ગુનાહથી બચી રહેવાની અને નેકીઉપર જમી રહેવાની તૌફિકનો ચાહવાવાળો બનાવી આપો, અને જન્નતને મળવાનો અને દોઝખથી છુટકારો પામવાનો તલબગાર બનાવી આપો.
અય મારા પરવરદિગાર! મને તે રોઝી પર સંતોષની તૌફીક આપો, કે જે તમોએ મને આપી છે અને જે નેઅ્મતો તમોએ આપી છે, તેમાં બરકત અતા ફરમાવો અને જે મુસીબત અને આઝમાઈશ આપના તરફથી મારા ઉપર આવે તેનો સારો બદલ અતા ફરમાવો.”
પાંચમાં ચકકરની દુઆ :
اَللّٰھُمَّ اَظِلَّنِیْ تَحْتَ ظِلِّ عَرْشِکَ یَوْمَ لَا ظِلَّ اِلَّا ظِلُّعَرْشِکَ وَ لَا بَاقِیَ اِلَّا وَجْھُکَ وَ اسْقِنِیْ مِنْ حَوْضِ نَبِیِّکَ سَیِّدِنَا مُحَمَّدٍ ﷺ شَرْبَۃً ھَنِیْٓئَۃً مَّرِیْٓئَۃً لَّآ اَظْمَأ بَعْدَھَآ اَبَدًا۔
اَللّٰھُمَّ اِنِّیْٓ اَسْئَلُکَ مِنْ خَیْرِ مَا سَئَلَکَ مِنْہُ نَبِیُّکَ مُحَمَّدٌ ﷺ وَ اَعُوْذُ بِکَ مِنْ شَرِّ مَااسْتَعَاذَکَ مِنْہُ نَبِیُّکَ سَیِّدُنَا مُحَمَّدٌ ﷺ ۔
اَللّٰھُمَّ اِنِّیْ اَسْئَلُکَ الْجَنَّۃَ وَ نَعِیْمَھَا وَ مَا یُقَرِّبُنِیْٓ اِلَیْھَا مِنْ قَوْلٍ اَوْ فِعْلٍ اَوْ عَمَلٍ۔
”અય અલ્લાહ ! તે દિવસે મને તમારા અર્શના નીચે છાંયડો નસીબ ફરમાવજો,(જે દિવસે) તમારા અર્શના છાંયડા સિવાય, બીજો કોઈ છાંયડો નહિ હોય અને (જે દિવસે) આપની ઝત સિવાય કોઈ બાકી નહિ રહેશે અને મને પોતાના પ્યારા રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની હોઝ (કોસર)થી મધૂર અને સ્વાદિષ્ટ શરબત પીવડાવજો કે (જેને પીધા પછી) કયારેય તરસ નહિ લાગે.
અય અલ્લાહ ! હું તે બધી જ ભલાઈઓ માંગું છું, કે જે આપના પ્યારા નબી મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આપનાથી માંગી હતી, અને તે બધી જ બુરાઈઓથી પનાહ માંગું છું, જેનાથી આપના પ્યારા નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પનાહ માંગી છે.
અય અલ્લાહ ! હું આપના થી જન્નત અને જન્નતની નેઅ્મતો નો તલબગાર છું, અને તે વાત અને કામનો તાલિબ છું, જે મને જન્નત થી નઝદીક કરી આપે, અને હું દોઝખની આગથી પનાહ માંગું છું, અને એવી હરકાત તથા કાર્યથી બચવા માંગું છું જે દોઝખ તરફ લઈ જનાર હોય.”
છઠ્ઠા ચકકરની દુઆ :
اَللّٰھُمَّ اِنَّ لَکَ عَلَیَّ حُقُوْقًا کَثِیْرًا فِیْمَا بَیْنِیْ وَ بَیْنَکَ وَحُقُوْقًا کَثِیْرَۃً فِیْمَا بِیْنِیْ وَ بَیْنَ خَلْقِکَ، اَللّٰھُمَّ مَا کَانَ لَکَ مِنْھَا فَاغْفِرہُ وَ مَاکَانَ لِخَلْقِکَ فَتَحَمَّلْہُ عَنِّیْ وَ اَغْنِنِیْ بِحَلَالِکَ عَنْ حَرَامِکَ وَ بِطَاعَتِکَ عَنْ مَعْصِیَتِکَ وَ بِفَضْلِکَ عَنْ مَّنْ سِوَاکَ یَا وَاسِعَ الْمَغْفِرَۃِ۔ اَللّٰھُمَّ اِنَّ بَیْتَکَ عَظِیْمٌ وَّ وَجْھَکَ کَرِیْمٌ وَّ اَنْتَ یَا اَللّٰہُ حَلِیْمٌ کَرِیْمٌ عَظِیْمٌ تُحِبُّ الْعَفْوَ فَاعْفُ عَنِّیْ۔
”હે મારા અલ્લાહ ! મારા ઝિમ્મે તમારા ઘણા હક છે, જે મારા અને તમારા દરમિયાન છે, અને બીજા તે બધા હકો છે, જે આપની મખ્લૂક અને મારા દરમિયાન છે, અય મવલા ! જો આમાંથી આપનો કોઈ હક મારાથી પૂરો થવાથી રહી જાય તો તેને માફ ફરમાવી આપો, અને જે હક તમારી મખ્લૂકના મારા ઉપર રહી જાય, તો તમો મખ્લૂકથી માફી અપાવવાની ઝિમ્મેદારી લઈ લ્યો અને હલાલ કમાઈની તૌફિક આપીને હરામ કમાઈથી બચાવી લ્યો અને પોતાની ફરમાબરદારીની તૌફિક આપો, નાફરમાનીથી બચાવો અને પોતાના ફઝલો કરમથી બીજાઓનો એહસાનમંદ ના બનાવો.
હે મારા અલ્લાહ ! બેશક આપનું ઘર (બયતુલ્લાહ શરીફ) મહાન અઝમત વાળું છે અને આપની ઝાત કરીમ છે અને હે અલ્લાહ તમો અત્યંત સહનશીલ અને કરમવાળા છો અને બુઝુર્ગીવાળા છો અને તમો માફીને પસંદ ફરમાવો છો, બસ મારી ખતાઓને (પણ) માફ ફરમાવી આપો.”
સાતમાં ચકકરની દુઆ :
اَللّٰھُمَّ اِنِّیْٓ اَسْئَلُکَ اِیْمَانًا کَامِلاً وَّ یَقِیْنًا صَادِقًا وَّ رِزْقًا وَاسِعًا وَّ قَلْبًا خَاشِعًا وَّ لِسَانًا ذَاکِرًا وَّ رِزْقًا حَلَالاً طَیِّبًا وَّ تَوْبَۃًنَّصُوْحًا وَّ تَوْبِۃً قَبْلَ الْمَوْتِ وَ رَاحَۃً عِنْدَ الْمَوْتِ وَ مَغْفِرَۃً وَّ رَاحَۃً بَعْدَ الْمَوْتِ وَ الْعَفْوَ عِنْدَ الْحِسَابِ وَ الْفَوْزَ بِالْجَنَّۃِ وَ النَّجَاۃَ مِنَ النَّارِ۔
بِرَحْمَتِکَ یَا عَزِیْزُ یَا غَفَّارُ، رَبِّ زِدْنِیْ عِلْمًا وَّ اَلْحِقْنِیْ بِالصّٰلِحِیْنَ۔
”અય અલ્લાહ ! હું આપની (રહમતના વસીલાથી) ઈમાને કામિલ અને સાચુ યકીન અને રોઝીમાં ફરાખી માંગું છું અને તમારાથી ડરવાવાળું હૃદય અને આપનો ઝિક્ર કરવાવાળી ઝુબાન અને પાક હલાલ રોઝી (નો ચાહક છું.) અને ખાલિસ (સાચી) તૌબા અને મરતાં પહેલાં તૌબાની તવફીક અને મૌતની સકરાતની આસાની અને મોત પછી મગફિરત અને માફી (ચાહું છું.), હિસાબ વખતે અને જન્નત પ્રાપ્ત કરવામાં કામિયાબી અને દોઝખથી છુટકારાનો તલબ કરવાવાળો છું.
તારી રહમતના તુફૈલ, અય ઝબરદસ્ત હુકમવાળા, મોટા માફ કરવાવાળા ! પોતાની રહમતથી મારી મગફિરત ફરમાવી આપો, મારા પરવરદિગાર ! મારા ઈલ્મને વધારી આપો, અને મને પોતાના નેક બંદાઓમાં શામિલ કરી લો.”
Log in or Register to save this content for later.