Chapter : બહેનોની હજ્જ
(Page : 213 to 214)
હજ્જ પછી સારા કામોનો એહતિમામ
હજ્જના કબૂલ થવાની નિશાની આ છે, કે હજ્જ પછી નેક કામોનો એહતિમામ અને પાબંદીમાં વધારો થાય, દુન્યાથી બે રગબતી અને આખિરતની રગબત વધી જાય અને હજ્જ પહેલાં જે હાલત હતી, તે હાલતમાં એકદમ સુધારો થઈ જાય. એટલા માટે હજ્જ પછી પોતાના અમલો, આદતોનો ખાસ ખ્યાલ રાખો અને બંદગીમાં ખૂબ ધ્યાન લગાવો અને ગુનાહોથી નફરત કરો.
ખાતિમહ અને દુઆ
અલ્લાહ તઆલાનો લાખ લાખ શુક્ર અને એહસાન છે કે એણે ફકત અને ફકત પોતાના ફઝલો કરમથી હજ્જના વિષય પર વધુ આ એક કિતાબ સંપાદન કરવાની તૌફિક અર્પણ કરી. હવે તે જ ઝાતથી ઉમ્મીદ છે, કે અહકરનાં આ અદના સંપાદનને, પોતાના ફઝલો કરમથી કબૂલ ફરમાવી, હજ્જ તથા ઉમરહ કરનારી બહેનો માટે બેહતરીન રેહનુમા અને મદદગાર બનાવે અને અહકર માટે ઝખીરએ આખિરત બનાવે. આમીન સુમ્મ આમીન
વાંચક હજીયાણીઓથી દરખ્વાસ્ત છે કે તેઓ પોતાની ભલી દુઆઓમાં અહકર ”ફલાહી”ને તથા જામિઅહ ઉલૂમુલ કુર્આન, જંબુસરને જરૂર યાદ રાખે. જઝાકુમુલ્લાહુ અહ્સનલ જઝાઅ.
اَللّٰھُمَّ لَکَ الْحَمْدُ، وَ لَکَ الشُّکْرُ، اَللّٰھُمَّ لا اُحْصِیْ ثَنَائً عَلَیْکَ، اَنْتَ کَمَا اَثْنَیْتَ عَلٰی نَفْسِکَ۔
اَللّٰھُمَّ رَبَّ الْحِلِّ وَ الْحَرَمِ وَ رَبَّ الْبَیْتِ الْحَرَامِ وَرَبِّ الرُّکْنِ وَ الْمَقَامِ اَبْلِغْ لِرُوْحِ سَیِّدِنَا وَ مَوْلانا مُحَمَّدٍ مِنَّا السَّلام۔
اللّٰھُمَّ صّلِّ عَلٰی سَیِّدِنَا، وَ مَوْلانَا مُحَمَّدٍ، وَ عَلٰی اٰلِ سَیِّدِنَا، وَ مَوْلانَا، مُحَمَّدٍ، وَ بَارِکْ وَ سَلِّمْ۔
Log in or Register to save this content for later.