Chapter : બહેનોની હજ્જ
(Page : 166 to 167)
ઝિયારતે મદીનહ મુનવ્વરહ
શાને નબી
(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
જગતને રોશની એવી મળી હઝરતના સીનાથી,
બધે પ્રસરી ગયો અજવાસ ઝળહળતો મદીનાથી.
હતો ઈન્સાનિયતનો કાફલો ડૂબવાની અણીઓ પર,
મળ્યું ત્યાં નવજીવન તેને દીને–હકના સફીનાથી.
મળી છે આપના સદકામાં ખુશ્બૂ મુશ્ક–અત્તરને,
મળી છે મ્હેંક ફૂલોનેય હઝરતના પસીનાથી.
હતો માણસ, પરંતુ માણસાઈથી જ બે પરવા,
મળ્યાં મોતી સમાં ઈન્સાન દુનિયાને મદીનાથી.
હજો વરસાદ અનહદ રહમતોનો એ વિભૂતિ પર,
બતાવ્યું, શી રીતે શું શું મળે રબના ખઝીનાથી.
Log in or Register to save this content for later.