ઝકાતમાં ટોપીઓ આપવી- ઝકાતની રકમથી ચશ્મો બનાવીને આપવો

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 98)

ઝકાતમાં ટોપીઓ આપવી

ઝકાતના હકદારને ઝકાતમાં ટોપીઓ આપવી જાઇઝ છે. સાહિબે નિસાબ જેટલી કિંમતમાં વેચતો હોય અથવા બજારમાં છૂટક ભાવથી લાવી આપતો હોય તે કિંમત ગણવી જોઇએ. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૪૧)

ઝકાતની રકમથી ચશ્મો બનાવીને આપવો

ઝકાતની હકદાર વ્યક્તિને જો ચશ્માની જરૂરત હોય તો ચશ્મો ઝકાત ફંડથી બનાવી આપી શકાય છે. (મુસ્તફાદ : આપકે મસાઇલ ઔર ઉનકા હલ : પ/૧૭૩)

Log in or Register to save this content for later.