Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 75)
એક માણસે પોતાની દીકરીની મહેર જે લગભગ નિસાબ મુજબ છે, તેને લઈ પોતાની પાસે રાખી મૂકી, તો વરસ પૂરું થવા પછી ઝકાત કોના ઉપર લાઝિમ છે ? તો આ બાબતે છણાવટ આ છે કે જો બેટીએ શર્મો–હયાના કારણે એ રકમ પોતાના પિતાને આપી દીધી હોય તો આ હદિયાની ગણતરી નહિ થાય, કેમ કે હદિયામાં ભેટ આપનારની ખુશી અનિવાર્ય છે. બસ, આ શકલમાં ઝકાત છોકરી પર ફર્ઝ થશે અને બાપ માટે તે રકમનો વપરાશ જાઇઝ નથી.
અલબત્ત, છોકરીએ એ રકમ ખુશીથી બાપને આપી હોય તો પછી બાપ માટે તેનો ઉપયોગ દુરુસ્ત છે અને એ રકમની ઝકાત બાપ પર ફર્ઝ થશે. (મુસ્તફાદ ફતાવા હક્કાનિય્યહ : ૩/પ૦૦)
Log in or Register to save this content for later.