એડવાન્સ ભાડાની રકમમાં ઝકાત માલિક પર યા ભાડૂત પર ?

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 76)

આજકાલ બજારોમાં એક અબો–ગરીબ રિવાજ ચાલ્યો છે કે મોટી મોટી માર્કેટોના માલિક–દુકાનદાર (ભાડૂત)થી એડવાન્સ ભાડું લે છે, તે પુષ્કળ રકમથી દુકાનનો માલિક માસિક પોતાનું ભાડું બાદ કરતો રહે છે. હવે પ્રશ્ન આ છે કે તે રકમની ઝકાત કોના ઉપર ફર્ઝ થશે ? દુકાનના માલિક પર યા ભાડૂત પર ? તો આ વિશે શાસ્ત્રોકત અને ધર્મચીંધ્યા લખાણોથી મા’લૂમ પડે છે કે એડવાન્સ ભાડું લેવાથી દુકાનનો માલિક તે ભાડાનો માલિક બની જાય છે, ભાડૂત તેનાથી માંગણી નથી કરી શકતો, એટલા માટે તે પૂંજીની  ઝકાત દુકાનના માલિક પર જ ફર્ઝ છે અને તે જ તેની ઝકાત ચૂકવશે, ભાડૂત પર ઝકાત ફર્ઝ નથી. (ફતાવા હક્કાનિય્યહ : ૩/પ૦૭)

આવી જ રીતે જમીનના ભાડા પેટે એડવાન્સ ચૂકવેલ રકમ પર જમીનના માલિક પર ઝકાત આવશે અને જો કર્ઝ પેટે આપી હોય તો પછી ભાડૂત પર ઝકાત રહેશે. (ફતાવા હક્કાનિય્યહ : ૩/પપ૩)

Log in or Register to save this content for later.